વિદેશી દારૂના ચાર ગુનામાં ફરાર બુટલેગર મહેબુબ ઉર્ફે મેબલો પકડાયો
આજીડેમ પોલીસે દબોચ્યો : મહેબુબ દારૂ અને જુગારના સાત ગુનામાં સામેલ
રાજકોટ,તા. ૧૦ : ક્રાઇમ બ્રાંચ, આજીડેમ અને મોરબી બી ડીવીઝન પોલીસ મથકમાં નોંધાયેલ વિેદેશી દારૂના ગુનામાં નાસતા ફરતા બુટલેગરોને આજીડેમ પોલીસે ઝડપી લીધો હતો.
મળતી વિગત મુજબ વિદેશી દારૂના ગુનામાં સામેલ બુટલેગર આજીડેમ વિસ્તારમાં આવ્યો હોવાની આજીડેમ પોલીસ મથકના એ.એસ.આઇ યશવંતભાઇ ભગતને બાતમી મળતા બુટલેગર મહેબુબ ઉર્ફે મેબલો ઉર્ફે બેરો અલ્લારખાભાઇ અજમેરી (ઉવ.૩૫) (રહે. મેરામબાપાની વાડી શેરી નં. ૩ ભાવનગર રોડ)ને આજીડેમ વિસ્તારમાંથી પકડી લીધો હતો. મહેબુબ ઉર્ફે મેબલો ક્રાઇમ બ્રાંચ, આજીડેમ અને મોરબી બી ડીવીઝન પોલીસ મથકમાં નોંધાયેલ વિદેશી દારૂના ચાર ગુનામાં નાસતો ફરતો હતો.
તે અગાઉ દારૂ અને જુગારના સાત ગુનામાં પકડાઇ ચુકયો છે. આ કામગીરી પીઆઇ વી.જે.ચાવડાના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ જે.કે.ગઢવી, એ.એસ.આઇ યશવંતભાઇ, હેડ કોન્સ. કૌશેન્દ્રસિંહ, રાજેશભાઇ, કૃણાલસિંહ, વીરેન્દ્રસિંહ, પ્રદિપસિંહ, જયદીપસિંહ, જગદીશસિંહ,ભીખુભાઇ તથા ધારાબેન દ્વારા કરવામાં આવી હતી.