રાજકોટ
News of Wednesday, 10th August 2022

ઝૂપડપટ્ટીના ૮૫ પરિવારોને કિટનું વિતરણ

કિટમાં તેલ, બેસન, ફરસાણ, મીઠાઈ સહીત ૧૩ વસ્‍તુઓ સામેલ

રાજકોટઃ આગામી જન્‍માષ્‍ટમીના તહેવાર અંતર્ગત ગરીબોના ચહેરા પર સ્‍મીત લાવવાના પ્રયાસ રૂપે જ્‍યોત ફાઉન્‍ડેશન દ્વારા ઝૂપડપટ્ટીના ૮૫ પરિવારોને વિનામુલ્‍યે કિટનું વિતરણ કરાયું હતું. કિટમાં ૧ કિલો તેલની બોટલ, ૧ કિલો ઘઉનો લોટ, ૫૦૦ ગ્રામ બેસન, ૨૫૦ ગ્રામ દેશી ચણા, ૨૫૦ ગ્રામ મઠ, ૫૦૦ ગ્રામ ગોળ, ૧ થેલી મીઠુ, ૨૫૦ ગ્રામ વેજીટેબલ ઘી, ૫૦૦ ગ્રામ ખાંડ, ૨૫૦  ગ્રામ ગાંઠિયા, ૨૫૦ ગ્રામ ચવાણું, ૧ કિલો ચોખા અને ૫૦૦ ગ્રામ મેસુબનો સમાવેશ થાય છે. તહેવાર ટાણે જ મળેલી કીટથી ગરીબ પરિવારોની આંખો ખુશીથી છલકાઈ ગઈ હતી જ્‍યોત ફાઉન્‍ડેશનના સેવાભાવી ભાઈઓએ વધુ એક સેવાકીય પ્રવળત્તિ થકી સમાજને સેવાની એક રાહ ચીંધી છે.

(10:54 am IST)