રાજકોટ
News of Wednesday, 10th August 2022

તાજીયામાં હુલ લેતી વખતે બે યુવાનને છાતીમાં ઇજા

મોરબી અને વાંકાનેરના યુવાનો રાજકોટ સારવાર હેઠળ

રાજકોટ તા. ૧૦: મહોર્રમ પર્વમાં ગઇકાલે ઠેર ઠેર તાજીયાના ઝુલુસ નીકળ્‍યા હતાં. જેમાં બે સ્‍થળે હુલ લેતી વખતે બે યુવાનને છાતીમાં છરીથી ઇજા થતાં સારવાર માટે દાખલ કરવામાં આવ્‍યા હતાં.

મોરબી મકરાણીવાસ સબ જેલ પાછળ રહેતાં હસન ઓસમાણભાઇ બ્‍લોચ (ઉ.૨૭)ને દરબારગઢ પાસે તાજીયા રમતી વખતે અને વાંકાનેર ભાટીયા સોસાયટીમાં રહેતાં ઇરફાન આમદભાઇ આગરીયા (ઉ.૩૦)ને માર્કેટ ચોકમાં હુલ લેતી વખતે છાતીમાં છરીથી ઇજાઓ થતાં બંનેને રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાતાં હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે ત્‍યાંની પોલીસને જાણ કરી હતી.

(10:53 am IST)