રાજકોટ
News of Wednesday, 10th August 2022

મહમદીબાગમાં મુનાફ પર ફુવા રસુલભાઇ અને તેના પુત્ર અરબાઝનો છરીથી હુમલો

અરબાઝના દાદી ગુજરી ગયા હોઇ મુનાફના કાકા વ્‍યવહાર ન હોવાથી મોઢે ગયા ન હોઇ ખાર રાખી માથાકુટ કર્યાની ફરિયાદ

રાજકોટ તા. ૧૦: રસુલપરામાં રહેતાં મુસ્‍લિમ યુવાન પર તેના જ ફુવા અને  ફુવાના દિકરાએ હુમલો કરી છરીથી ઇજા કરતાં ફરિયાદ થઇ છે. આ બનાવમાં તાલુકા પોલીસે ગોંડલ રોડ રસુલપરા પાસે મહમદીબાગ-૪માં રહેતાં અને ડ્રાઇવીંગ કરતાં મુનાફ ઇમ્‍તિયાઝભાઇ ચંદાણી (ઉ.૨૭)ની ફરિયાદ પરથી અરબાઝ રસુલભાઇ ભાયાણી અને રસુલભાઇ ભાયાણી વિરૂધ્‍ધ ગુનો નોંધ્‍યો છે.

મુનાફે જણાવ્‍યું હતું કે હું તથા મારા કાકા ભીખુભાઇ અબ્‍બાસભાઇ ચંદાણી, તેનો દિકરો મોહસીન, બીજા કાકા ફિરોઝભાઇ ઇબ્રાહીમભાઇ ચંદાણી સહિતના મારા ઘરે હતાં ત્‍યારે મારા ફઇનો દિકરો અરબાઝ અને ફુવા રસુલભાઇ ભાયાણી મારા ઘરની બહાર આવ્‍યા હતાં અને મારા કાકાના દિકરા મોહસીનને તેની સાથે વ્‍યવહાર ન હોઇ તેમજ અરબાઝના દાદીમાં થોડા દિવસ પહેલા ગુજરી ગયા હોઇ મારા કાકાને વ્‍યવહાર ન હોવાથી તેઓ ગયા ન હોઇ તેનો ખાર રાખી કાકા મોહસીનભાઇ સાથે અરબાઝ અને મારા ફુવા રસુલભાઇએ ઝઘડો ચાલુ કરી ગાળો દેતાં હું વચ્‍ચે પડતાં અરબાઝે મને હાથમાં છીરીથી ઇજા પહોંચાડી હતી.

દેકારો થતાં માણસો ભેગા થઇ જતાં બંને ભાગી ગયા હતાં. મને ઇજા થઇ હોઇ સારવાર લઇ પોલીસ ફરિયાદ કરી હતી.  હેડકોન્‍સ. જે. એમ. ચુડાસમાએ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

(10:49 am IST)