News of Monday, 10th August 2020
આમ આદમી પાર્ટી દ્વારા વિડીયો કોન્ફરન્સ : અનેક શ્રેષ્ઠીઓ જોડાયા
રાજકોટ : આમ આદમી પાર્ટી દ્વારા દિલ્હી કેબીનટે મંત્રી અને ગુજરાતના પ્રભારી ગોપાલરાયજીની અધ્યક્ષતામાં વિડીયો કોન્ફરન્સ યોજવામાં આવતા રાજકોટના પ્રભારી અજીત લોખિલ, પ્રમુખ રાજભા ઝાલા તેમજ મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. નવા જોડાયેલા સભ્યોમાં કોંગ્રેસના ઇન્દ્રવિજયસિંહ રાઓલ, ભાજપના દિવ્યકાન્ત કગરાણા, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અંકિત ચોટલીયા, મહિલા ધારાશાસ્ત્રી તૃપ્તિબેન સોજીત્રા, એમ.એ. સાયકોલોજી ખુશ્બૂબેન મહેતા, મુસ્લીમ યુવા ગ્રુપના અલ્તાફભાઇ રાઉમા, સામાજીક અગ્રણી તપન ગજજર, ક્રિએટીવ એકેડેમીના કુલદીપસિંહ રાઠોડનો સમાવેશ થયાની વિગતો જાહેર કરાઇ હતી. નવા સભ્યોને આવકારવામાં આવ્યા હતા.
(4:10 pm IST)