રાજકોટ
News of Monday, 10th August 2020

સહકારી ઉમેદવાર પસંદગીની જયેશ રાદડિયાની હેટ્રિક

એક મહિનામાં ત્રીજી મોટી ચૂંટણી

રાજકોટઃ રાજયના નાગરિક પૂરવઠા મંત્રી અને જિલ્લા સહકારી બેંકના ચેરમેન જયેશ રાદડિયા માટે સહકારી ક્ષેત્રે ઉમેદવાર પસંદગીમાં નિર્ણાયક ભૂમિકા ભજવવાનો પ્રસંગ એક મહિનામાં ત્રીજી વખત આવ્યો છે. તેમણે પોતાના અનુભવ અને કોઠાસુઝથી કામગીરી કરી છે.

જિલ્લા બેંકમાં જયેશરાદડિયા સહિત તમામ ઉમેદવારો બિનહરીફ થયેલ. રાજકોટ-લોધિકા સંઘની ચૂંટણી પ્રક્રિયા ચાલુ છે. જેમાં ભાજપના બે જુથો વચ્ચે સમાધાન કરાવી તેમણે સહકારી ક્ષેત્ર અને પાર્ટીને થનાર નુકશાનને બ્રેક મારી છે. રા.લો.સંઘમાં અત્યારથી મોટાભાગની બેઠકો બિનહરીફ થઇ ગઇ છે. રાજકોટ ડેરીમાં પણ તેમણે જબરી સાફસુફી સાથે પેનલ પસંદ કરી છે. ડેરીમાં પણ બધી અથવા મોટાભાગની બેઠકો બિનહરીફ થવાના સંજોગો છે.

(3:45 pm IST)