રાજકોટ
News of Monday, 10th August 2020

ફાયર બ્રિગેડ જવાનોની અનોખી પહેલ

દાનની રકમમાંથી વૃધ્ધાશ્રમ, માનસીક ક્ષતિગ્રસ્ત બાળકોને કપડાઓનું વિતરણઃ ગઇકાલે રામાપીર ફાયર સ્ટેશન તથા વેલ્ફરનાં સભ્યો દ્વારા કાર્યક્રમ યોજાયો

રાજકોટ તા. ૧૦: શહેરના આઠ ફાયર સ્ટેશનોમાં ફાયર વેલ્ફર સોસાયટીનાં સભ્યો દ્વારા મુકેલ દાનની પેટી અને સ્ટાફ દ્વારા મળેલ ફાળાની રકમમાંથી વૃધ્ધાશ્રમ, બાલાઆશ્રમ તથા માનસિક ક્ષતિગ્રસ્ત બાળકો સહિતની સંસ્થાઓમાં કપડાઓનું વિતરણ કરવાનાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

આ પહેલ અન્વયે રામાપીર ફાયર સ્ટેશન તથા ઇઆરસીના વેલ્ફર સોસાયટી સભ્યો દ્વારા કરવામાં આવેલ હતું. જેમાં સદભાવના વૃધ્ધા આશ્રમમાં રહેલા ૪૯-વૃધ્ધ પુરૂષો અને વૃધ્ધ મહિલા-ર૬ ઓને વસ્ત્રદાન આપવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં સ્ટે ઓ. શૈલેષભાઇ નડીયાપરા, લી. ફા. મેન શામળભાઇ બાંભવા તથા ફા. મેન સંજયભાઇ વાઘેલા  અને ફા. મેન ધર્મેન્દ્રભાઇ રાણા ઉપસ્થિત રહ્યા હતા.

આગામી કાર્યક્રમ ફાયર વેલ્ફર સોસાયટી દ્વારા આગામી સમયમાં જો અન્વયે બીજા અન્ય કાર્યક્રમ કરવામાં આવશે. જેમાં તા. ૧૬ ઓગસ્ટના રોજ માનસીક ક્ષતીગ્રસ્ત બાળકો, કાલાવડ રોડ તથા તા. ર૩ ઓગસ્ટના રોજ સદભાવના વૃધ્ધા આશ્રમ, ગોંડલ રોડ અને તા. ૩૦ ઓગસ્ટ ના રોજ કાઠીયાવાડ બાલા આશ્રમ, સુર્યકાન્ત હોટલ સામે કાર્યક્રમ યોજાશે.

(3:35 pm IST)