રાજકોટ
News of Monday, 10th August 2020

લોકડાઉન દરમ્યાન જાહેરનામાના ભંગ અંગેના ગુનામાં ચાર્જશીટ થયેલ હોય તેવા કેસોનો નિકાલ કરવા હાઇકોર્ટમાં રજુઆત

યુવા લોયર્સ એસો. દ્વારા ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટીસશ્રીને પત્ર પાઠવાયો

રાજકોટ તા. ૧૦ : રાજકોટમાં ઘણા વર્ષોથી કાર્યરત યુવા લોયર્સ એશો. સીનીયર જુનીયર વકીલોમાં ખુબજ લોકપ્રિય અને કાયમી કાર્યશીલ રહેલ યુવા વકીલોની સંસ્થા તરીકે કાર્યરત છે અને સાથોસાથ સમાજ ઉપયોગી પ્રવૃતિ કરી સામાજીક જવાબદારી પણ નીભાવી રહેલ છે. તથા સમાજ ઉપયોગી કાર્યોમાં પણ પુરો સહયોગ આપવામાં આવી રહેલ છે.

હાલમાં દેશ કોરોના (કોવીડ-૧૯) ની મહામારીનો સામનો કરી રહેલ છે. અને ઘણા લાંબા સમયથી લોકડાઉન/અનલોકનો સામનો સામાન્ય પ્રજાજનો કરી રહેલ છે. અને સરકારી તંત્ર-પોલીસ મશીનરી દ્વારા દરરોજ અનેક લોકો ઉપર લોકડાઉન ભંગના, ફરજ રૂકાવટના જાહેરનામાં ભંગના કેસો કરવામાં આવી રહેલ છે. જેનો ભોગ કાયદાથી અજાણ અને જાણ્યે પોતાની જીવન જરૂરીયાતની વસ્તુઓ ખરીદવા કે આકસ્મીક કારણોસર બહાર નીકળેલ પ્રજાજનો બની રહેલ છે અને તેઓ કાનુની-કોર્ટ કાર્યવાહીમાં ફસાય ગયેલ છે અને આ લોકડાઉનમાં લોકોના ધંધો-રોજગાર બંધ રહેલ છે તેવા સંજોગોમાં કાનુની ખર્ચ તમામ લોકો ભવિષ્યમાં ઉઠાવી શકે તેમ ન હોય અને કાયદાથી અજાણ હોય ખુબજ મુશ્કેલીમાં મુકાય ગયેલ છે તેવી ફરીયાદો અને રજુઆતો યુવા લોયર્સના વકીલ મીત્રો પાસે આવેલ હતી.

લોકડાઉન સમય દરમ્યાન જે લોકો ઉપર પોલીસ કેસ થયેલ છે જેમાં ભોગબનનાર નાગરીકોને વિનામુલ્યે કાનુની માર્ગદર્શન આપવામાં આવશેે અને જરૂર પડયે વિનામુલ્યે કોર્ટ કેસ પણ લડી આપવામાં આવશે. તેવી જાહેરાત કરવામાં આવેલ હતી. ત્યારબાદ હાલની પરિસ્થિતિમાં સમગ્ર ગુજરાતમાં હજારોની સંખ્યામાં લોકડાઉન દરમ્યાન કેસોની ભરાવો થયેલ છે અને હજી પણ આ પ્રકારના કેસો ચાલુ જ છે. ત્યારે તેવા સંજોગોમાં સામાન્ય-ગરીબ નાગરીકો અને કોર્ટના ભારણને ધ્યાનમાં રાખી યુવા લોયર્સની ટીમ દ્વારા સીનીયર જુનીયર વકીલો દ્વારા સાથે મળીને કાયદાકીય અભ્યાસ કરીને ગુજરાત હાઇકોર્ટમાં તથા તમામ જીલ્લા અદાલતોને રજુઆતો કરવામાં આવેલ હતી. અને યુવા લોયર્સ એશો. તમામ જાગૃત અને આગેવાન વકીલ મીત્રોને સદરહું રજુઆત નાગરીકોના વિશાળ હીતમાં પોતપોતાના ડીસ્ટ્રીકટ જજને કરવા અપીલ કર ેછે.

આ કામગીરીમાં યુવા લોયર્સના કન્વીનર હેમાંસુ પારેખ, તથા પ્રમુખ કીરીટ નકુમના માર્ગદર્શનમાં અજય પીપળીયા, વિરેન રાણીંગા, આનંદ પરમાર, નીમેષ કોટેચા, નીવીદ પારેખ, મીલન જોષી, જયવીર બારૈયા, નીશાંત જોષી, તુષાર સોંડાગર, જે.એમ.કુવાડીયા, હીમાલય મીઠાણી, પારસ શેઠ, ધવલ પડીયા, કીશન વાલ્વા તથા ગુજરાત હાઇકોર્ટના હીતેષ પટેલ, મેહુલ પાડલીયા, સુરેન પટેલ, હીરેન ન્યાલચંદાણી સહીતના વકીલમીત્રો કાર્યરત છે.

(3:00 pm IST)