News of Monday, 10th August 2020
મશીનરી ડીલર્સના ધંધાર્થીઓની અવધી પૂર્ણ : હવે રાત્રે ૮ સુધી વેપાર ધંધા ખુલ્લા રાખી શકશે
રાજકોટ : કોરોના મહામારી ધ્યાને લઇ રાજકોટ મશીનરી ડીલર્સ એસોસીએશનની ટેલીફોનીક કારોબારી મીટીંગ બોલાવી ૨૧ દિવસ સ્વચ્છીક રીતે સાંજે વહેલા ૬ વાગ્યામાં ધંધાની ઓફીસો વધાવી લેવા નિર્ણય જાહેર કરાયો હતો. જેનો તમામ સભ્યોએ સરસ રીતે અમલ કરેલ. તે બદલ એસો.ના આગેવાનોએ તમામ સભ્યોનો આભાર વ્યકત કરેલ છે. વહેલા ઓફીસો બંધ કરવાની અવધી તા. ૧૦ ના પૂર્ણ થાય છે. એટલે હવે રાત્રે ૮ સુધી ઓફીસો ખુલ્લી રાખી શકાશે. તેમ એસો.ના પ્રમુખ મનસુખભાઇ પટેલ (મો.૯૪૨૮૨ ૫૬૬૬૬) અને અશ્વિનભાઇ પટેલ (મો.૯૮૨૫૧ ૯૫૯૫૫) ની સંયુકત યાદીમાં જણાવાયુ છે.
(2:31 pm IST)