રાજકોટ
News of Monday, 10th August 2020

સબ રજીસ્ટ્રાર કચેરીમાં કાળમુખા કોરોનાના ધામા એકી સાથે ત્રણને વળગ્યોઃ આખી કચેરી હાલ બંધ

નોંધણી નિરિક્ષક સવાણી સહિત ૭ થી ૮ કર્મચારીઓ હોમ કોરોન્ટાઇનઃ દસ્તાવેજોનું કામ અટકી પડયું : જૂની કલેકટર કચેરી ખાતે સ્ટાફમાં ફફડાટઃ તમામ વિભાગો સેનેટાઇઝ કરાયાઃ દેકારો બોલી ગયો : કોરોના ઉપરાંત જી-સ્વાનની સ્વીચ ઉડી જતા સબ રજીસ્ટ્રાર કચેરી-૧ માં કનેકટીવીટી ઠપ્પઃ અરજદારો-વકિલોને ભારે ધકકા

રાજકોટ તા. ૧૦: કલેકટર તંત્રનાં ૯ કર્મચારીને ઝપટે લીધા બાદ હવે કાળમુખા કોરોનાઅ જૂની કલેકટર કચેરીમાં બેસતી નોંધણી ભવનની અને સબ રજીસ્ટ્રાર કચેરીમાં એકી સાથે ત્રણ કર્મચારીને કોરોના વળગતા હાહાકાર મચી ગયો છે, આખી કચેરી હાલ બંધ કરી દેવાઇ છે, કાલે ચાલુ થશે કે કેમ તે નકકી ન હોય દસ્તાવેજોનું તમામ કામ અટકી પડયું છે. શનિ-રવિમાં તમામ વિભાગો સેનેટાઇઝ કરી દેવાયા છે.

 

અધુરામાં પુરૃં સબ રજીસ્ટ્રાર કચેરીમાં જી-સ્વાનની સ્વીચ બગડતા આખી કનેકટીવીટી ખોરવાઇ ગઇ હતી, અને તેના પરિણામે આજે જેમનો દસ્તાવેજ નોંધણી અંગે વારો હતો તે અરજદારો અને તેમના વકિલોને ભારે ધરમધકકા થયા હતા, દેકારો બોલી ગયો હતો.

સબ રજીસ્ટ્રાર કચેરીના કારકૂન વિજય ચાવડાને શુક્રવારે કોરોના પોઝીટીવ આવ્યા બાદ, અન્ય બે કારકૂન રાહુલ જાની અને ભરત ચાવડાને પણ કોરોના વળગતા સ્ટાફ-અધિકારીઓમાં ભૂકંપ સર્જાયો છે કચેરી હાલ બંધ કરી દેવાઇ છે, ૮ થી ૧૦ જેટલા કર્મચારીઓ અને નાયબ નોંધણી નિરિક્ષકશ્રી સવાણી સહિતના અધીકારીઓને હોમ કોરોન્ટાઇન કરી દેવાયા છે. (૭.૩૮

(3:47 pm IST)