રાજકોટ
News of Friday, 10th August 2018

બામણબોરમાં ચોરીના ગુનામાં ફરાર અરવિંદ કોળી ચોરાઉ બાઇક સાથે ઝડપાયો

ક્રાઇમ બ્રાંન્ચ એ કોળી શખ્સને લાલપરીના પુલ પાસેથી દબોચ્યો

રાજકોટ તા ૧૦ : બામણબોરમાં ચોરીના ગુન્હામાં ફરાર કોળી શખ્સને ક્રાઇમ બ્રાંચે લાલપરીના પુલ પાસેથી ચોરાઉ બાઇક સાથે ઝડપી લીધો છે.

મળતી વિગત મુજબ પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ ની સઇુચનાથી ક્રાઇમ બ્રમંચના પી.એસ.આઇ. એચ.એમ. ગઢવી ના માર્ગદર્શન હેડળ પી.એસ.આઇ કે.કે. જાડેજા, સિધ્ધરાજસિંહ, રાજેશભાઇ, વિરદેવસિંહ, ડાયાભાઇ, ઇન્દ્રજીતસિંહ અને વિજયભાઇ સહિત પેટ્રલિંગમાં હતા ત્યારે વિરેદેવસિંહને મળેલી બાતમીના આધારે લાલપરીના પુલ પાસેથી ચોટીલાના ગારીડા ગામનો અરવિંદ ઉર્ફે પાગલ ચનાભાઇ કુંભાણી (ઉ.વ. ૨૪) ને ચોરાઉ બાઇક સાથે પકડી લીધો હતો. પોલીસે તેની પુછપરછ કરતા અરવિંદ બામણબોરમાં ચીરોના ગુનામાં સંડોવાયેલો હોવાનું જાણવા મળતા તેની ધરપકડ કરી હતી. (૩.૧૩)

(4:12 pm IST)