રાજકોટ
News of Friday, 10th August 2018

શૌચક્રિયા મુકત શહેર અંગે સેમિનાર

 ઓલ ઈન્ડિયા ઇન્સ્ટીટયુટ ઓફ લોકલ સેલ્ફ ગવર્મેન્ટ મુંબઈ દ્વારા મહાનગરપાલિકા, નગરપાલિકાને લગત જુદા-જુદા શહેરોમાં સેમિનારો યોજવામાં આવે છે. જેના અનુસંધાને આજથી બે દિ' રાજકોટ શહેર ખાતે 'શૌચક્રિયા મુકત શહેર' વિષય પર હોટેલ ફન, પારેવડી રોડ ખાતે યોજાયેલ તાલીમ વર્કશોપમાં મહારાષ્ટ્ર, ગુજરાત, ગોવા, રાજસ્થાન, આસામ, અને તીરૂપુરા દીવ દમણ, વિગેરેના મેયર, ડેપ્યુટી મેયર સહિતના સભ્યો, કમિશનર, ડે.કમિશનર, આસી. કમિશનર, સંબધક અધિકારી, વિગેરેએ ભાગ લેવા ઓલ ઈન્ડિયા ઇન્સ્ટીટયુટ ઓફ લોકલ સેલ્ફ ગવર્મેન્ટ મુંબઈ દ્વારા નિમંત્રણ પાઠવવામાં આવેલ. રાજકોટ મહાનગરપાલિકાને પણ નિમંત્રણ મળેલ. આ સેમિનારનું શુભારંભ મેયર બિનાબેન આચાર્યના વરદ હસ્તે કરાયું. આ પ્રસંગે ડેપ્યુટી મેયર અશ્વિનભાઈ મોલીયા, ભાવનગર મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન યુવરાજસિંહ ગોહિલ, શાસકપક્ષ નેતા દલસુખભાઈ જાગાણી, રાજકોટ AIILSના રીજીયોનલ ડાયરેકટર ડો.ચંદનભાઈ કરકરે, મુંબઈ-RCUESના પ્રોગ્રામ કો-ઓર્ડીનેટર માલિકા અન્સાર તથા જુદા જુદા રાજયના પ્રતિનિધિઓ હાજર રહેલ હતા. આ સેમિનારમાં આસામ, મહારાષ્ટ્ર તથા ગુજરાત વિગેરેમાંથી ૩૦ વધુ જેટલા પદાધિકારીઓ, અધિકારીઓએ ભાગ લીધેલ રાજકોટ મહાનગરપાલિકામાંથી સેનિટેશન કમિટીના ચેરમેન અશ્વિનભાઈ ભોરણીયા તથા સભ્ય વર્ષાબેન રાણપરાએ ભાગ લીધો હતો.(૨૧.૩૩)

 

(3:57 pm IST)