રાજકોટ
News of Friday, 10th August 2018

કાલે કોઠારીયા રોડ સ્નાનાગારમાં ૨૦૦ તરવૈયાઓ ધુબાકા મારશે

કોર્પોરેશન તથા રાજકોટ ડીસ્ટ્રીકટ સ્વિમીંગ એસોસીએશનના સંયુકત ઉપક્રમે કાલે રાજ્યકક્ષાની સ્વિમીંગ સ્પર્ધા

રાજકોટ તા. ૧૦ : મહાનગરપાલિકા તથા રાજકોટ ડીસ્ટ્રીકટ સ્વિમિંગ એસોશીએસનના સયુંકય ઉપક્રમે તા.૧૧ના સવારના ૮.૩૦ કલાકે શ્રીલોકમાન્ય તિલક સ્નાનાગાર, રેસકોર્ષ, રાજકોટ ખાતે ૬૦મો ગુજરાત સ્ટેટ એકવેટીકસ ચેમ્પિયનશીપ-૨૦૧૮નું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે. તેમ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ઉદયભાઈ કાનગડ, રાજકોટ મ્યુનિસિપલ કમિશનર બંછાનીધી પાની, સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન આશિષભાઈ વાગડિયા, રાજકોટ ડીસ્ટ્રીકટ સ્વિમિંગ એસો.ના ઉમેશભાઈ રાજયગુરૂ સંયુકત યાદીમાં જણાવ્યું છે.

આ સ્પર્ધામાં યુવરાજ પટેલ, ઓમ સકસેના, આર્યન પંચાલ, દેવાંશ પરમાર, રાજેન્દ્રસિંહ, રાજ ભાણવાડીયા, કલ્યાણી સકસેના, સારંગ દોપલ્હી, આરુશી, સિલ્કી નાગપુરે જેવા નેશનલ સ્વીમર પણ ભાગ લેશે તથા સીનીયર તથા જુનિયર સ્વિમરો મળીને આશરે ૨૦૦ જેટલા સ્વિમરો ભાગ લેશે.  આ કાર્યક્રમનું દીપ પ્રાગટય અનુસૂચિત ગુજરાત ફાઈનાન્સ બોર્ડના ચેરમેન  ધનસુખભાઈ ભંડેરીના હસ્તે કરવામાં આવશે તેમજ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને મેયર બિનાબેન આચાર્ય હાજર રહેશે. કાર્યક્રમમાં પ્રેરણાદાયી ઉપસ્થિતિ તરીકે સાંસદ મોહનભાઈ કુંડારિયા, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, અરવિંદભાઈ રૈયાણી, લાખાભાઈ સાગઠીયા, રાજકોટ શહેર ભાજપ મહિલા મોરચા પ્રભારી અંજલીબેન રૂપાણી, રાજકોટ શહેર ભાજપ પૂર્વ પ્રમુખ નીતિનભાઈ ભારદ્વાજ હાજર રહેશે. તેમજ આ કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે રાજકોટ શહેર ભાજપ પૂર્વ પ્રમુખ ભીખાભાઈ વસોયા, અનુસુચિત જાતિ મોરચાના રાષ્ટ્રીયમંત્રી ભાનુબેન બાબરિયા, ડે.મેયર અશ્વિનભાઈ મોલીયા, રાજકોટ શહેર ભાજપ મહામંત્રી દેવાંગભાઈ માંકડ, જીતુભાઈ કોઠારી, કિશોરભાઈ રાઠોડ, બાનલેબ્સના એમ.ડી. મૌલેશભાઈ ઉકાણી, માંધાતાસિંહજી જાડેજા, અગ્રણી ઉદ્યોગપતિ ઘનશ્યામભાઈ હેરભા, ભીમભાઈ કેશવાળા ઉપસ્થિત રહેશે. તેમજ આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે શાસક પક્ષ નેતા દલસુખભાઈ જાગાણી, વિરોધ પક્ષ નેતા વશરામભાઈ સાગઠીયા, દંડક શાસક પક્ષ અજયભાઈ પરમાર હાજર રહેશે.

આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં લાભ લેવા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ઉદયભાઈ કાનગડ, રાજકોટ મ્યુનિસિપલ કમિશનર બંછાનીધી પાની, સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન આશિષભાઈ વાગડિયા, રાજકોટ ડીસ્ટ્રીકટ સ્વિમિંગ એસો.ના ઉમેશભાઈ રાજયગુરૂ દ્વારા આમંત્રણ આપવામાં આવેલ છે.(૨૧.૨૬)

(3:43 pm IST)