રાજકોટ
News of Friday, 10th August 2018

કાર્પેટવેરામાં ધાંધિયા-ગોલમાલ અંગે ટેકસ ઓફીસરને નોટીસ

કંપનીના સર્વેમાં ગોટાળા-ભ્રષ્ટાચારની ફરીયાદો ઉઠયા બાદ મ્યુ.કમિશ્નર દ્વારા કડક કાર્યવાહી

રાજકોટ તા. ૧૦ :.. મ્યુ. કોર્પોરેશન દ્વારા અમલી બનાવાયેલ કાર્પેટ વેરા પધ્ધતીમાં અનેક ગોટાળા અને ગોલ-માલની ફરીયાદો બહાર આવતાં મ્યુ. કમિશ્નર બંછાનીધી પાનીએ આ બાબતે જવાબદાર ટેકસ ઓફીસરને શો-કોઝ નોટીસ ફટકારી છે.

આ અંગે સમાચાર સુત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ કાર્પેટ વેરા આકારણીની માપણીમાં ગોટાળા અને ગોલમાલ ત્થા મોટા પાયે ભ્રષ્ટાચારની ફરીયાદો આવે આવી છે. એટલુ જ નહી વેરો ઘટાડવા માટે મ્યુ. કોર્પોરેશનનાં અધિકારીઓનાં નામે લે-ભાગુ શખ્સો લાખો રૂપિયાની છેતરપીંડી કરી રહ્યાની પોલીસ ફરીયાદ પણ થઇ છે.

આમ કાર્પેટ વેરામાં ગોટળા અને ગોલમાલની ફરીયાદોથી તંત્રની આબરૂને  છાંટા ઉડી રહ્યા છે. આથી મ્યુ. કમિશ્નર બંછાનીધિ પાનીએ જે તે વખતે કાર્પેટ સેલનાં વડા વત્સલ પટેલને શો-કોઝ નોટીસ આપી અને જે તે વખતે ખાનગી કંપનીનાં માણસો દ્વારા થતાં સર્વે અને માપણી વખતે કેમ ધ્યાન અપાયુ નહી ? કોન્ટ્રાકટર એજન્સી સાથે કેમ પગલા લીધા નહી ? વગેરે બાબતોનો ખુલાશો પુછયો છે. (પ-ર૬)

 

(3:42 pm IST)