રાજકોટ
News of Friday, 10th August 2018

રાષ્ટ્રના પ્રાથમિક શિક્ષકોનું બિહારમાં મહાઅધિવેશન

ગુજરાત રાજય પ્રાથમીક શિક્ષક સંઘના ઉપપ્રમુખ દિગ્વીજયસિંહ જાડેજા 'અકિલા'ની મુલાકાતે : સંભવિત આણંદ ખાતે નવેમ્બરમાં યોજાશેઃ બે લાખ શિક્ષકો ઉમટશેઃ ટુંક સમયમાં આયોજિત કારોબારી બેઠકમાં મહાઅધિવશેનની રૂપરેખા રજુ થશે

ગુજરાત રાજય પ્રાથમીક શિક્ષક સંઘના ઉપપ્રમુખ દિગ્વીજયસિંહ જાડેજા તથા અન્ય અગ્રીણીઓ પંકજભાઇ વીરડિયા, હેમલભાઇ લાખાણી, સુધીરભાઇ ઝાલા, પુષ્કરભાઇ રાંચ નજરે પડે છ.ે (તસ્વીર સંદિપ બગથરીયા)

રાજકોટ તા. ૧૦ : નવેમ્બર મહિનામાં બિહારના ગયા ખાતે પ્રાથીમક શિક્ષકોનું રાષ્ટ્રીય અધિવેશન આયોજિત થયું છે, જેમાં દેશભરના શિક્ષકો ઉમટશે અને શૈક્ષણીક ક્ષેત્રના પ્રશ્નો અંગે મંથન કરશે.

ગુજરાત રાજય પ્રાથમીક શિક્ષક સંઘના ઉપપ્રમુખ દિગ્વીજયસિંહ જાડેજા આજે 'અકિલા'ની મુલાકાતે આવ્યા હતા તેઓએ જણાવ્યું હતું કે, સંઘ દ્વારા રાજયસ્તરના મહા અધિવેશનનું પણ આયોજન થઇ રહ્યું છ.ે સંભવતઃ નવેમ્બર કે ઓકટોબરમાં આણંદ ખાતે મહા અધિવેશન યોજાય તેવી ધારાણા છે નજીકના દિવસોમાં સંઘની કારોબારી બેઠક યોજાનાર છે, જેમાં રાજયસ્તરના અધિવેશન અંગેની રૂપરેખા-એજન્ડા નકકી થશે.

શ્રી જાડેજાએ કહયું હતું કે, ગુજરાતમાં બે લાખ જેટલા પ્રાથમીક શિક્ષકો છે. ગુજરાત રાજય પ્રાથમીક શિક્ષક સંઘ એક માત્ર માન્ય સંગઠન છે. જેમાં ૯૯ ટકા શિક્ષણે જોડાયેલા છે.શ્રી જાડેજા કહ છે કે, આ સંગઠન શિક્ષકોની ફરજ અને હકક બંને માટે સક્રિય છે.

તેઓ કહે છે કે, સરકારી પ્રા.શાળાઓમાં લાયકાત ધરાવતા શિક્ષકો છે. જયારે ખાનગી શાળાઓમાં શિક્ષકોની લાયકાત ધ્યાને લેવાતી નથી. આ જમા પાસુ છે. જો કે લાયકાત ધરાવતા શિક્ષકો એ પણ વર્તમાન પ્રવાહો સાથે અપડેટ થવંુ જરૂરી હોય છે.

આ સંગઠન શિક્ષકો માટે સક્રિય છેે. ફિકસ પગાર નાબુદી અને જુની પેન્શન યોજના આ બે મુખ્ય માંગણીઓ છે. આ અંગે સરકારમાં રજુઆતો થાય છે.

દિગ્વિજયસિંહ જાડેજા મૂળ જામનગર પંથકના બેડ ગામના છે. હાલ તેઓ સિક્કાની  ડીસીસી સ્કૂલમાં સેવા આપે છે. શિક્ષણક્ષેત્રે  તેઓએ ખૂબ ચિંતન મનન કર્યું છે. અનેક હોદા પર તેઓએ સેવા આપી છે.

૧૦ વર્ષ થયા જામનગર જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ ના પ્રમુખ તરીકે સેવા આપી રહયા છે, ૧૫ વર્ષ થયા જામનગર તાલુકા શિક્ષક સહકારી મંડળીના પ્રમુખ તરીકે સેવા આપી રહયા છે, ૪ વર્ષ થયા ગુજરાત રાજયના પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ તરીકે સેવા આપી રહયા છે,

હમણા જ અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘના ઉપ-પ્રમુખ તરીકે સતત બીજી વાર બિનહરીફ વરણી કેરેલ મુકામે કરવામાં આવી છે, જામનગર જિલ્લા કર્મચારી મંડળના ઉપ-પ્રમુખ તરીકે સેવા આપી રહયા છે.

પ્રાથમિક શિક્ષકોના પ્રશ્નો માટે સતત કાર્યશીલ એવા દિગ્વિજયસિંહ જાડેજા છેલ્લા ૪ વર્ષ થયા ગુજરાત રાજયના પ્રાથમિક શિક્ષકોના ઘણા બધા પ્રશ્નોનું નિરાકરણ કરેલ છે અને સરકાર સમક્ષ ધારદાર રજુઆતો પણ કરી ને શિક્ષકોના હિતો માટે બાકી રહેતા પ્રશ્નો ના ઉકેલ માટે સતત કાર્યરત છે.(૬.૧૯)

(4:22 pm IST)