રાજકોટ
News of Friday, 10th August 2018

વૈદના ખાટલેઃ કોર્પોરેશનના કોમ્યુનિટી હોલમાં ફાયર સેફટીના સાધનોનો અભાવઃ કોંગ્રેસ

વોર્ડ નં.૧૩ના ગુરૂપ્રસાદ ચોકમાં આવેલ કોમ્યુનિટી હોલમાં આગ લાગીઃ તંત્રની બેદરકારીની પોલ છતીઃ જાગૃતિ બેન ડાંગર દ્વારા મ્યુનિ. કમિશનરને રજુઆત

રાજકોટ તા.૯: શહેરના વોર્ડ નં. ૧૩નાં ગુરૂપ્રસાદ ચોકમાં આવેલ મ્યુનિ. કોર્પોરેશન સંચાલીત વસંતરાય ગજેન્દ્ર ગડકર કોમ્યુનિટી હોલમાં આજે સવારે આગ લાગતા મ.ન.પા.ની બેદરકારી ખુલ્લી હોવાનો આક્ષેપ વોર્ડ નં. ૧૩ના કોંગી કોર્પોરેટર જાગૃતિબેન ડાંગર દ્વારા કરવામાં આવ્યો છે.

 

કોર્પોરેશનના કોમ્યુનિટી હોલમાં ફાયર સેફટીના સાધનોની સુવિધાનો અભાવ સહિતના પ્રશ્ને જાગૃતિબેન ડાંગર દ્વારા મ્યુનિ. કમિશનરને પત્ર પાઠવી રજુઆત કરી હતી.

આ અંગે જાગૃતિબેન ડાંગરે પાઠવેલ પત્રમાં જણાવ્યું હતું કે મ.ન.પા. શહેરમાં ફાયર સેફટીની નોટીસો ફટકારે છે અને દંડ વસુલ કરી રહી છે ત્યારે ખુદ મ.ન.પા. ના જ કોમ્યુનિટી હોલમાં અને ખુદ મ.ન.પા. સેન્ટ્રલ ઝોન કચેરીમાં ફાયરની સુવિધા સીવાઇ કોઇ જગ્યાએ ફાયર સેફટીની સુવિધા નથી ત્યારે તંત્ર ફાયર સેફટીની વાતો કરે છે. સ્માર્ટ સીટીની વાતો કરે છે. મ.ન.પા.ની તમામ ઇમારતોમાં ફાયર સેફટીની સુવિધા, અને ગેસ લાઇનના કનેકશન લગાવવા સહિતના પ્રશ્નો ઉકેલવા માંગ કરવામાં આવી છે.(૧.૨૬)

(3:39 pm IST)