રાજકોટ
News of Wednesday, 10th July 2019

વડીલ પાસેથી સાનિધ્ય અને સધિયારો મળે : પરેશ ભટ્ટ

રાજકોટ : કચ્છ સૌરાષ્ટ્ર પ્રોડકટીવીટી કાઉન્સીલના સેન્ટર ફોર મેનેજમેન્ટ ડેવલપમેન્ટ દ્વારા રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લી.ના સહયોગથી તાજેતરમાં બાન હોલ ખાતે ધી એડવાઇસ એન્ડ આસીસ્ટ, અમદાવાદના ડાયરેકટર પરેશ ભટ્ટનો 'વડીલ હોવાનો વૈભવ' એ વિષયે માર્ગદર્શક વાર્તાલાપ કાઉન્સીલના પ્રમુખ હસુભાઇ દવેના અધ્યક્ષસ્થાને યોજવામાં આવેલ હતો. કાર્યક્રમના પ્રારંભે કાઉન્સીલની ટ્રેનીંગ પ્રોગ્રામ કમીટીના ચેરમેન દિપકભાઇ સચદેએ કાર્યક્રમના વિષય ઉપરની માહિતી તથા વકતાનો પરિચય આપેલ હતો. કાઉન્સીલના પ્રમુખ હસુભાઇ દવે તથા માનદમંત્રી મનહરભાઇ મજીઠીયાના હસ્તે મુખ્ય વકતા પરેશ ભટ્ટનું પુષ્પગુચ્છથી સ્વાગત કરી મોમેન્ટો અર્પણ કરવામાં આવેલ હતો. કાર્યક્રમના મુખ્ય વકતા પરેશ ભટ્ટે જણાવેલ કે, વડીલ શબ્દ વડ ઉપરથી આવેલ છે જે પોતાનું અસ્તિત્વ ઓસરીને પોતે વિશાળ બને છે. વડીલ પાસેથી સાંનિધ્ય અને સધિયારો પ્રાપ્ત થાય છે. વડીલના જીવનમાં નિવૃત જેવું કંઇ હોવું જ ન જોઇએ. પ્રવૃતિ એ જ નિવૃતિ હોવી જોઇએ. જીવન એ જીતવાની વસ્તુ નથી જીવવાની વસ્તુ છે. કાર્યક્રમના અંતે આભાર દર્શન કાઉન્સીલના ઉપપ્રમુખ ડી.જી. પંચમીયાએ કરેલ હતું. કાર્યક્રમમાં કાઉન્સીલની ગવનીંગ બોડીના સભ્ય હિરાભાઇ માણેક તથા અન્ય સભ્યોમાં સીએ પ્રવિણભાઇ ધોળકીયા, એસ.કે. શાહ, હરિભાઇ પરમાર તથા બાન લેબ્સ, એચ.જે.ે ઇન્ડસ્ટ્રીઝ પ્રા.લી., એકસપ્રેસ ઇલેકટ્રો એલીવેટર્સ કંપનીના અધિકારીઓ તેમજ શહેરના વરિષ્ઠ નાગરિકો ઉપસ્થિત રહ્યા હતાં. કાર્યક્રમની વ્યવસ્થા કાઉન્સીલના આસી. એકઝીકયુટીવ સેક્રેટરી રવિ ત્રિવેદીએ કરેલ હતી.

(3:13 pm IST)