રાજકોટ
News of Tuesday, 10th July 2018

રેલ્વે સ્ટેશન પાસે અને આંબેડકરનગરમાં મકાનમાં જુગાર રમતા સાત પકડાયા

ક્રાઇમબ્રાંચે ઘોડીપાસાનાો જુગાર રમતા ચાર અને માલીયા નગર પોલીસએ ત્રણની ધરપકડ કરી

રાજકોટ તા.૧૦: રેલ્વે સ્ટેશન મેઇન રોડ ક્રાઇમબ્રાંચે ઘોડીપાસાના જુગાર પર તથા આંબેડકર નગરમાં મકાનમાં માલવીયા નગર પોલીસે દરોડો પાડી જુગાર રમતા સાત શખ્સોને પકડી લીધા છે.

 

મળતી વિગતો મુજબ ક્રાઇમબ્રાંચના એએસઆઇ વિજયસિંહ ઝાલા તથા હેડ કોન્સ. હરેશગીરી ગોસાઇ સહિત પેટ્રોલીંગમાં હતા ત્યારે બાતમીના આધારે સ્ટેશન મેઇન રોડ પર આશાપુરા હોટલ સામે દરોડો પાડી ઘોડીપાસાનો જુગાર રમતા બજરંગવાડી શેરીનં. ૧૩નો ધીરૂ જીવણભાઇ મકવાણા (ઉ.વ.૩૦), જામનગર રોડ હુડકો કવાર્ટર શેરીનં. ૩નો શબ્બીર સલીમભાઇ વાધેર (ઉ.વ.૨૨), જામનગર રોડ ઓસમાણીયા મસ્જીદની બાજુમાં રહેતો કાસમ નંદાભાઇ હાલા (ઉ.વ.૬૦) તથા બજરંગવાડી શેરી નં.માં રહેતો આસીફ હુશેનભાઇ ખોખર (ઉ.વ.૫૦) ને પકડી લઇ રૂ. ૭૨૦૦ની રોકડ સહિતની મતા કબ્જે કરી તપાસ આદરી છે.

જયારે બીજા દરોડામાં માલવીયા નગર પોલીસ મથકના પીઆઇ એન.એન. ચુડાસમા  અને ડીસ્ટાફના પીએસઆઇ યુ.બી. જોગરાણા, હેડ કોન્સ શહીદભાઇ સમા, દિલીપસિંહ જાદવ, મયુરસિંહ જાડેજા, કુલદિપસિંહ જાડેજા, હરપાલસિંહ જાડેજા તથા મુકેશભાઇ લાખીલ સહિત પેટ્રોલીંગમાં હતા ત્યારે પીએસઆઇ જોગરાણાને મળેલી બાતમીના આધારે આંબેડકરનગર શેરીનં. ૫ માં સોમાભાઇ કરશનભાઇ મુસડીયાના મકાનમાં દરોડો પાડી મકાનમાં ભાડે રહેતો વાલજી ઉર્ફે વાલો ભલા ગોહેલ (ઉ.વ.૪૪), આંબેડકરનગર ૫નો મંગલ ઉર્ફે મંગો માયાભાઇ મુસડીયા (ઉ.વ.૪૨) અને મહેશ રાણાભાઇ પરમાર (ઉ.વ.૪૮) ને જુગાર રમતા પકડી લઇ રૂ. ૧૩૧૨૦ ની રોકડ સહિતની મતા કબ્જે કરી કાર્યવાહી કરી હતી. (૧.૧૭)

(3:50 pm IST)