રાજકોટ
News of Monday, 10th June 2019

રૂડાનગર-૧માં આડેધડ વાહન પાર્કિંગથી રહેવાસીઓ ત્રાહીમામ

રાજકોટઃ શહેરમાં કાલાવડ રોડ ઉપર આવેલ રૂડાનગર-૧ના રોડ ઉપર આડેધડ વાહન પાર્કિંગથી અહીંના રહેવાસીઓ ત્રાહીમામ પોકારી ઉઠયા છે. આ સમસ્યા અંગે રૂડાનગર-૧ સોસાયટીના પ્રમુખ અજીતસિંહના જણાવ્યા મુજબ સોસાયટીના મેઈન રોડ ઉપર મેટોડા ખાતે અપડાઉન કરનારા મોટા ભાગના લોકો તેમજ આ રોડ ઉપર આવેલ રેસ્ટોરન્ટમાં આવનારા લોકો પોતાના વાહનો આડેધડ પાર્કિંગ કરી નાખે છે. જેના કારણે રહેવાસીઓને ચાલવામા અને પોતાના વાહનો રાખવામાં પણ ભારે મુશ્કેલીઓ સર્જાય છે અને રહેવાસીઓ માટે આ સમસ્યા અત્યંત પીડાદાયક બની રહી છે ત્યારે મ્યુનિસિપલ કોર્પોરેશન તથા ટ્રાફીક વિભાગ આ સમસ્યાનો ઉકેલ લાવે તે અત્યંત જરૂરી છે.

(4:25 pm IST)