રાજકોટ
News of Tuesday, 10th May 2022

ગુરૂકુળ પમ્‍પીંગ સ્‍ટેશન અને જયુબેલી ખાતે વિવિધ કામગીરીનું અમિત અરોરા દ્વારા નિરીક્ષણ

કવોલીટી કંટ્રોલ સેલ માટે અદ્યતન લેબોરેટરી અને ઇએસઆરનું સ્‍ટ્રેન્‍ધનીંગ કામગીરી અંગે સુચના અપાઇ

રાજકોટ,તા.૧૦:  શહેરમાં ચાલતા સિવિલ કામોના સેમ્‍પલીંગ લઇ તેનું લેબોરેટરી ટેસ્‍ટીંગ કરી વધુ સારી સુવિધા ઉપલબ્‍ધ કરી શકાય તેવા આશયથી રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ગુરુકુળ પમ્‍પીંગ સ્‍ટેશન ખાતે ક્‍વોલીટી કંટ્રોલ સેલ માટે નવી અદ્યતન લેબોરેટરી બનાવવામાં આવી રહી છે તેમજ જયુબેલી ખાતેના વર્ષો જુનાESRનું સ્‍ટ્રેન્‍ધનીંગ (મજબુતીકરણ) કરવાની કામગીરી પણ હાલ ચાલુ છે. બંને પ્રોજેક્‍ટની કામગીરી પૂર્ણતાના આરે છે. મ્‍યુનિ. કમિશનર અમિત અરોરાએ આજે બંને ચાલુ કામગીરીની સમીક્ષા કરી હતી.

મ્‍યુનિ. કમિશનરશ્રીએ ગુરુકુળ પમ્‍પીંગ સ્‍ટેશન ખાતે ક્‍વોલીટી કંટ્રોલ સેલ માટે નવી બનાવવામાં આવી રહેલી અદ્યતન લેબોરેટરી માટે જરૂરી તાંત્રિક મશીનરી, ઇન્‍સ્‍ટ્રુમેન્‍ટ તાત્‍કાલિક ખરીદ કરવા માટે સંબધિત અધિકારીને સુચના આપી હતી. ક્‍વોલીટી કંટ્રોલ સેલ માટેની આ નવી અદ્યતન લેબોરેટરી અંદાજિત રૂ. ૭૫ લાખના ખર્ચે બનાવામાં આવી રહી છે જેમાં અંદાજિત ૪૦૦ ચો.મી. બાંધકામ કરવામાં આવ્‍યું છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ગુરુકુળ પમ્‍પીંગ સ્‍ટેશન ખાતે વિજીલન્‍સ વિભાગની કામગીરી માટે લેબોરેટરી બનાવામાં આવી રહી છે. જેમાં રાજકોટ મહાનગરપાલિકા હસ્‍તકના ચાલુ તમામ સિવિલ કામોમાં વપરાતા મટીરીયલ્‍સનું ટેસ્‍ટીંગ જેમકે, સિમેન્‍ટ, કોન્‍ક્રીટ, રેતી, કપચી, ડામર વિગેરેનું ટેસ્‍ટીંગની સુવિધા ઉપલબ્‍ધ થશે. ભવિષ્‍યમાંફખ્‍ગ્‍ન્‍સર્ટિફિકેટ મેળવી રાજકોટ શહેરના અન્‍ય પ્રાઇવેટ સિવિલ પ્રોજેક્‍ટના મટીરીયલ્‍સ ટેસ્‍ટીંગ કરવાની સુવિધા પણ શરૂ કરવામાં આવશે.

જયુબેલી પમ્‍પીંગ સ્‍ટેશન ખાતે આવેલાચ્‍લ્‍ય્‍કે જે આશરે ૩૨ વર્ષ પહેલાનું બાંધકામ છે. આESRકન્‍ટેઇનરનું વોટર પ્રુફીંગ કામ હાલ ચાલુ છે અને પૂર્ણતાના આરે છે જેનું અંદાજિત ખર્ચ રૂ. ૬૪ લાખ છે. બંનેESRના ૫.૪MLની કેપેસીટી ધરાવે છે. જેમાં એપોક્ષી ગ્રાઉન્‍ટીંગ, માઈક્રો ક્રોંકીટ, મોડીફાઈડ મોટરથી જરૂરી પેચવર્ક, તળિયાનુંIPSતેમજ સમગ્ર સપાટી ઉપર ક્રુડ ગ્રેડ પ્રકારનું વોટર પ્રુફીંગ લેવલ કરવામાં આવેલ છે. આ કામગીરી કરવાથીESRની મજબુતીમાં વધારો થયેલ છે.

મ્‍યુનિ. કમિશનરશ્રી અમિત અરોરા સાથે નાયબ મ્‍યુનિ. કમિશનર ચેતન નંદાણી, સિટી એન્‍જી. કે. પી. દેથરીયા, એચ. એમ. કોટક, પી.એ.(ટેક.)ટુ કમિશનર રસિક રૈયાણી, ડી.ઈ.ઈ.  ગોપાલ સુથરીયા વિગેરે અધિકારીશ્રીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

(5:51 pm IST)