રાજકોટ
News of Tuesday, 10th May 2022

રાજકોટમાં લુખ્ખાગીરી નાબૂદ કરવા પોલીસ કમિશનર ખુર્શીદ અહેમદની ડ્રાઈવ :પેટ્રોલિંગ,વાહન ચેકીંગ દરમિયાન લુખ્ખાતત્વો ધારદાર હથિયાર સાથે પકડવા લાગ્યા : છ શખ્સોને પકડી કાર્યવાહી કરતી ભક્તિનગર પોલીસ

રાજકોટ : શહેર ઇન્ચાર્જ પો.કમી.ખુરશીદ એહમદએ  હથીયારબંધી જાહેરનામાના ભંગ કરતા શખ્શો સામે કાયદેસરની કાર્યવાહી કરવા રાખેલ ખાસ ડ્રાઇવ રાખેલ હોય જે અનુસંધાને ડી.સી.પી. ઝોન-૧ પ્રવિણકુમાર તથા એ.સી.પી.એચ.એલ.રાઠોડ પૂર્વ વિભાગના ઓએ પો.સ્ટે વિસ્તારમાં કોઇ શરીર સંબંધી ગુન્હા તેમજ કોઇ અનિચ્છીય બનાવ ન બને તે માટે સઘન પેટ્રોલીંગમાં રહી તથા શંકાસ્પદ શખ્શોને ચેક કરી તેમજ વાહન ચેકીંગ કરી હથીયારબંધી જાહેરનામાના ભંગ કરતા શખ્સોની સામે કાયદેસરની કાર્યવાહી કરવા સુચના આપેલ હોય જે અન્વયે અમો પોલીસ ઇન્સપેકટર એલ એલ ચાવડાનાઓના સુચના માર્ગદશન હેઠળ પો.સબ ઇન્સ એચ.એન.રાયજાદા વૅલન્સ ટીમના માણસો વિસ્તાર પેટ્રોલીંગમા રહી તેમજ વાહનચેકીંગ કરી તા.૦૭/૦૫/૨૦૨૨ થી તા.૦૯/૦૫/૨૦૨૨ દિન ૩ દરમ્યાન છ શખ્સો પાસેથી છરી મળી આવતા મજકુરો વિરૂધ્ધ હથીયાર બંધી જાહેરનામા ભંગનો ગુન્હો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરેલ છે

 આરોપી નરેન્દ્રભાઈ બહાદુરભાઈ ભટી ( ઉ,વ,50 )( રહે હસનવાડી )  ભાવેશભાઈ બીજલભાઈ જરિયા ( ઉ,વ,45 ) ( રહે,વિજય પ્લોટ-૪ રાજકોટ)સંજય ગુલાબભાઇ ભોજવીયા (ઉ,વ,22 ) ( રહે, ઢેબર કોલોની મ.પરા રાજકોટ) સુનિલ શીવાભાઈ રાઠોડ,(ઉ,વ,26) ( રહે,ઢેબર કોલોની મ.પરા રાજકોટ ) ગોપાલભાઇ જીવાભાઇ વાળા (ઉ.વ ૨૮) ( રહે,એકતા કોલોની શેરી,ન, 5 રાજકોટ ) સોહીલ ઇકબાલભાઇ પરમાર (ઉ.વ ૧૯) ( રહે,આનંદનંગર ક્વાર્ટર રાજકોટ ) તમામ આરોપી પસેથી છરી મળી આવેલ છે

 આ કામગીરીમાં પો.સબ.ઇન્સ. એચ.એન.રાયજાદા તથા પો.હેડ કોન્સ દેવશીભાઇ ખાંભલા તથા દિલીપભાઇ બોરીચા તથા નરેન્દ્રભાઇ ગઢવી, પો.કોન્સ વાલજીભાઇ જાડા, મનીષભાઇ ચાવડા, પુષ્પરાજસિંહ ગોહિલ, વિશાલભાઇ દવે રોકાયેલ હતા.

   
 
   

(10:38 pm IST)