રાજકોટ
News of Monday, 10th May 2021

સદર બજારમાં હોલસેલ દવાની દુકાનમાં આગ

રાજકોટ તા. ૧૦ :.. સદર બજારમાં આવેલી તાલુકા સ્કુલની સામે આવેલ વિંડસ ટ્રેડ લીંકન્સ નામની હોલસેલ દવાની દુકાનમાં શોટ સર્કિટ થવાના કારણે આગ લાગતા નાસભાગ મચી ગઇ હતી. આગ મેડીકલ સ્ટોરની અંદરની બાજુ માળીયા પર પડેલી જૂની ફાઇલોના જથ્થામાં લાગી હતી. બનાવ બનતા નાસભાગ મચી ગઇ હતી. અને દુકાનમાં માલીક સુધીરભાઇ વિઠલાણીએ જાણ કરતાં ફાયર બ્રિગેડ સ્ટાફ ફાયર ફાઇટર સાથે સ્થળ પર પહોંચી આગ બુઝાવી હતી. આગમાં થયેલી નુકસાની જાણવા તપાસ થઇ રહી છે.

જયારે બીજા બનાવમાં સીવીલ હોસ્પિટલમાં મેડીકલ કોલેજ પાસે પાર્ક કરેલ એક કારમાં આગ લાગી હોવાની ધર્મેશભાઇએ જાણ કરતા ફાયરબ્રિગેડ સ્ટાફે તાકીદે સ્થળ પર પહોંચી પાણીનો મારો ચલાવી આગ બુઝાવી હતી. આગ કારની આગળ એન્જીનના ભાગે લાગી હતી. આગ લાગતા કારમાં માત્ર એન્જીનમાંથી નુકશાન થયુ હોવાનું જાણવા મળ્યું છે.

(4:29 pm IST)