રાજકોટ
News of Monday, 10th May 2021

કોરોના ગાઇડલાઇનના ચુસ્ત પાલન બદલ 'તુલસી બંગ્લોઝ' ટીમનું સન્માન

રાજકોટ : 'અમારી સોસાયટી કોરોના મુકત સોસાયટી' ની મુહીમ મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ શહેરો અને ગામડાઓ માટે હાથ ધરી છે. તે અંતર્ગત રૈયા રોડ પર પ્રમુખ સ્વામી ઓડીટોરીયમ સામે આવેલ તુલસી બંગ્લોઝના રહીશોએ સરકારી ગાઇડ લાઇનનું ચુસ્ત પાલન શરૂ કરેલ છે. કોરોના સામે લેવાયેલ કાળજીથી આ સોસાયટીમાં અત્યાર સુધી કોરોના મુકત રહી છે. જે બદલ શહેર પોલીસ કમિશ્નર શ્રી મનોજ અગ્રવાલ દ્વારા આ સોસાયટીને પ્રશંસાપત્ર આપી સન્માન કરવામાં આવ્યુ હતુ. સાથો સાથ માસ્ક અને સેનીટાઇઝરની કીટ સોસાયટીને અર્પણ કરી હતી. અન્ય સોસાયટીઓ પણ આવી કાળજી લ્યે તેવી અપીલ કરાઇ હતી. આ સોસાયટીમાં દર અઠવાડીયે ઉકાળા વિતરણ, વીટામીન સી ગોળીનું વિતરણ તેમજ શેરી સેનેટાઇઝ કરવા સહીતની કાળજી લેવામાં આવે છે. બહારની વ્યકિત કે ફેરીયાને પ્રવેશવા દેવામાં આવતા નથી.  સોસાયટીના લોક સ્વયંભુ જાગૃતતા દાખવતા હોય આ સોસાયટીમાં સંક્રમણ થયુ નથી.  આ બહુમાન પ્રસંગે ઝોન- ર ના ડીસીપી મનોહરસિંહ જાડેજા, ગાંધીગ્રામ ર ના પી.આઇ. શ્રી ચાવડા તેમજ સોસાયટીના પ્રમુખ રાજુભાઇ જુંજા, મંગેશભાઇ દેસાઇ, નિલેશભાઇ કોઠારી, માવજીભાઇ મારૂ, નવીનભાઇ ગોરડીયા, નેહલભાઇ તૈલી, કરણ જુંજા, હાર્દીકભાઇ ગોરડીયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

(4:27 pm IST)