રાજકોટ
News of Monday, 10th May 2021

શ્રી રણછોડદાસજીબાપુ આશ્રમની સદ્દપ્રવૃત્તિઓનો કાલે ૭૬માં વર્ષમાં મંગલ પ્રવેશ

ધર્મપ્રેમી ભાઇ-બહેનો ઘેર રહીને શ્રી સુંદરકાંડનાં પાઠ કરે તેવી અપીલ

રાજકોટ તા. ૧૦: સદ્દગુરૂદેવ ભગવાનશ્રી રણછોડદાસજીબાપુશ્રી દ્વારા સન ૧૧/૦પ/૧૯૪૬માં સંસ્થાપિત શ્રી સદ્દગુરૂ સદન ટ્રસ્ટ (પ. પૂ. શ્રી રણછોડદાસજીબાપુ આશ્રમ), રાજકોટ તા. ૧૧/૦પ/ર૦ર૧નાં રોજ ૭પ વર્ષ પૂર્ણ કરી ૭૬માં મંગલ પ્રવેશ થઇ રહ્યો છે. આ શ્રી સદ્દગુરૂ સદન ટ્રસ્ટ (પ. પૂ. શ્રી રણછોડદાસજીબાપુ આશ્રમ) પ. પૂ. શ્રી સદ્દગુરૂદેવ ભગવાનશ્રી રણછોડદાસજીબાપુશ્રીએ માનવ સેવાની જયોત પ્રજજવલિત રહે અને રામનામનો પ્રચાર થાય અને સમગ્ર માનવ જાતને સેવા મળી રહે એ ઉદ્દેશ સાથે શ્રી સદ્દગુરૂ સદન ટ્રસ્ટની સ્થાપના કરવામાં આવી હતી.

શ્રી રણછોડદાસજીબાપુશ્રીનાં અમૂલ્ય સિધ્ધાંતો અને જીવન સંદેશ, ''ભૂખે કો ભોજન, અંધે કો આંખ'' આૂૈર નિઃવસ્ત્ર કો વસ્ત્ર, ને ચરિતાર્થ કરીને પ. પૂ. શ્રી રણછોડદાસજીબાપુ આશ્રમ (શ્રી સદ્દગુરૂ સદન ટ્રસ્ટ), રાજકોટ દ્વારા સમગ્ર ભારતમાં કોઇપણ પરિસ્થિતિમાં છેવાડાનાં માનવી સુધી સેવા પહોંચાડવામાં આવે છે. જરૂરિયાતમંદ લોકોને, મોતિયાનાં દર્દીઓની નિઃશુલ્ક સારવાર તથા સેવા કરવામાં આવે છે આ સ્થાપના દિન નિમિતે ઘેર રહીને સર્વે ધર્મપ્રેમી ભાઇ-બહેનો તથા ગુરૂભાઇ-બહેનો સુંદરકાંડ પાઠ સાથે વિશ્વમાં આવી પડેલી આ કોરોના વાઇરસની મહામારીની વિકટ પરિસ્થિતિમાં મુકત થાય અને ''સર્વ જન નિરામય રહે'' એ નિમિતે પ. પૂ. શ્રી સદ્દગુરૂદેવ ભગવાનશ્રી રણછોડદાસજીબાપુશ્રીને અંતઃકરણ પૂર્વકની પ્રાર્થના કરે તેવી શ્રી સદ્દગુરૂ સદન ટ્રસ્ટ, રાજકોટ દ્વારા અપીલ કરાઇ છે.

(4:19 pm IST)