રાજકોટ
News of Monday, 10th May 2021

તબીબોના જ્ઞાનની વૃધ્ધિ માટે રવિ-સોમ ખાસ લોક દરબાર

ઇન્ડિયન મેડીકલ એસોસીએશન દ્વારા આયોજનઃ ફેસબુક પેઇજ ઉપર લાઇવ પ્રસારણ : આજે રાત્રે ૯:૩૦ કોરોના સારવારમાં ટોસીલીઝુમેબ સહિતની ગંભીર મેડીસીનના યોગ્ય ઉપયોગ અંગે અમદાવાદના ડો. સપન પંડયા તબીબોને માર્ગદર્શન આપશે

રાજકોટ તા. ૮: કોરોના મહામારીના કારણે લોકોમાં ડરનો માહોલ છે ત્યારે કોરોનામાંથી સાજા તો થઈ જાય છે પણ કોરોનાના કારણે આજ કાલ મ્યુકર માઈક્રોસીસ નામની બિમારીના દર્દી બહુ વધ્યા હોવાનું બહાર આવતા તબીબો સહિત સમગ્ર સમાજ માટે આ ચિંતાનો વિષય છે, આવા સમયે ઈન્ડીયન મેડિકલ એસોસીએશન-રાજકોટ દ્વારા સમાજ પ્રત્યેની પોતાની જવાબદારી સમજી તબીબો આ રોગ વિશે સંપૂર્ણ જાણે અને દર્દનું બને એટલું વહેલું નિદાન કરી તેની યોગ્ય અને ઝડપી સારવાર કરી કે કરાવી શકે એ માટે તબીબો માટેે રાત્રે ખાસ લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું છે. ફેસબુક પેઈજ પર લાઈવ યોજાનારા આ લોક દરબારમાં રાજકોટ જિલ્લાની ઈન્ડીયન મેડિકલ એસોસીએશનની તમામ શાખાના તબીબો જોડાશે.

કોરોના સારવાર માં નવી મેડિસીન, સ્ટીરોઈડ વગેરેનો ઉપયોગ થાય છે. આ બધી મેડિસીનનો ક્યારે, કેટલો અને કેવી રીતે ઉપયોગ કરવો એ વિષય પર તા. ૧૦ ને સોમવારે રાત્રે ૯.૩૦ વાગ્યે તબીબો માટે લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું છે. ઈન્ડીયન મેડિકલ એસોસીએશન-રાજકોટના ફેસબુક પેઈઝ IMA RAJKOT પરથી કોરોના દર્દીની સારવાર માટે ઉપયોગી ટોસીલીઝુમેબ, સ્ટીરોઈડ સહિતની અન્ય તમામ મેડિસીનના ઉપયોગ વિશે વિસ્તૃત ચર્ચા કરવામાં આવશે. કઈ મેડિસીનનો કેટલો ડોઝ આપવો, ક્યારે આપવો, ઓછી સાઈડ ઈફેકટ સાથે મેડિસીનનો યોગ્ય ઉપયોગ કરવો વગેરે મુદા પર નિષ્ણાત તબીબો માર્ગદર્શન આપશે. આ લાઈવ લોક દરબારમાં જાણીતા તબીબો ડો.સપન પંડ્યા, ડો. શબ્બીર ચિકાણી, ડો. પુજા શ્રીવાત્સવ, ડો. જયેશ ડોબરીયા અને ડો. મયંક ઠક્કર દ્વારા કોરોનાની સારવારમાં મેડિસીન મેનેજમેન્ટ વિશે જાણકારી આપવામાં આવશે.

તબીબો માટેના આ બન્ને લોક દરબારના સંયોજક ડો. ચેતન લાલસેતા અને ડો.પારસ શાહે જણાવ્યું છે કે,  લોક દરબારમાં  કોરોના અને કોરોનાના કારણે થતી અન્ય બિમારી વિશે તબીબો વધુ જાણકાર હશે તો જ લોકોને યોગ્ય નિદાન-સારવાર કરી શકશે. પહેલાં આ બન્ને લોક દરબાર તબીબોના જ્ઞાન-અનુભવ એક-બીજા સાથે શેર કરી શકે અને જે તે વિષયના નિષ્ણાત તબીબો દ્વારા બધાને યોગ્ય માર્ગદર્શન આપવામાં આવશે. ઈન્ડીયન મેડિકલ એસોસીએશન-રાજકોટના આ લાઈવ લોક દરબારમાં રાજકોટ જિલ્લાની આઈ.એમ.એ.ની તમામ બ્રાન્ચના તબીબો જોડાશે. આ લોક દરબારમાં મોરબી આઈ.એમ.એ.ના પ્રેસીડન્ટ ડો. વિજય ગઢીયા, ગોંડલ બ્રાન્ચના પ્રેસીડન્ટ ડો. દિપક વાડોદરીયા, વાંકાનેર બ્રાન્ચના પ્રેેસીડન્ટ ડો. રમેશ પ્રજાપતી, જસદણ બ્રાન્ચના પ્રેસીડન્ટ ડો. વિજય સરધારા, ધોરાજી બ્રાન્ચના પ્રેેસીડન્ટ ડો. દિપલ સુતરીયા, જેતપુર બ્રાન્ચના પ્રેેસીડન્ટ ડો. દિપક રામાણી અને ઉપલેટા બ્રાન્ચના પ્રેસીડન્ટ ડો. ધવલ મહેતાની આગેવાનીમાં જે તે બ્રાન્ચના તબીબો જોડાશે.

ઈન્ડીયન મેડિકલ એસોસીએશન-રાજકોટના પ્રમુખ જાણીતા ગેસ્ટ્રોએન્ટોલોજીસ્ટ ડો. પ્રફુલ કમાણી, સેક્રેટરી જાણીતા રેડિયોલોજીસ્ટ ડો. દુષ્યંત ગોંડલીયા, પૂર્વ રાષ્ટ્રીય ઉપપ્રમુખ ડો. અતુલ પંડયા, ગુજરાત આઈ.એમ.એ.ના ઉપપ્રમુખ ડો.રશ્મી ઉપાધ્યાય, આઈમ.પી.પી. ડો. જય ધીરવાણી, પ્રેસીડન્ટ ઈલેકટ ડો. સંજય ભટ્ટ, પૂર્વ પ્રમુખ ડો. ચેતન લાલસેતા, ડો. પારસ ડી. શાહ, ડો. રૂકેશ ઘોડાસરા, ડો. તેજસ કરમટા, ડો. મયંક ઠક્કર, ડો. જયેશ ડોબરીયા, ગુજરાત આઈ.એમ.એ.ના પૂર્વ ઉપપ્રમુખ ડો. ભરત કાકડીયા, ડો. હિરેન કોઠારી, ડો. અમીત હપાણી, ડો. એમ. કે. કોરવાડિયા, ડો. ભાવિન કોઠારી, આઈ.એમ.એ.-રાજકોટના ઉપપ્રમુખ ડો. દેવેન્દ્ર રાખોલીયા, ડો. કીર્તિભાઈ પટેલ, ડો. કાંત જોગાણી, પૂર્વ પ્રમૂખ ડો. દિપેશ ભાલાણી, ડો. ભાવેશ સચદે, ડો. નિતીન લાલ, ડો.વિપુલ અઘેરા, ડો. કમલેશ કાલરીયા સહિત તબીબોની ટીમ લોક દરબાર માટે સતત કાર્યરત છે. આઈ.એમ.એ.ના મિડિયા કો.ઓર્ડનિટર તરીકે  વૈભવ ગ્રુપના વિજય મહેતા સેવા આપી રહયાનું યાદીના અંતમાં જણાવ્યું છે.

(11:58 am IST)