રાજકોટ
News of Monday, 10th May 2021

જિલ્લા પંચાયતના વિપક્ષી નેતા તરીકે ફરી અર્જુન ખાટરિયા

રાજકોટ તા. ૮ :.. સૌરાષ્ટ્રની સૌથી મોટી રાજકોટ જિલ્લા પંચાયતમાં વિપક્ષ કોંગ્રેસના નેતા તરીકે સિનીયર સભ્ય અર્જુન ખાટરિયાની વરણી કરવામાં આવી છે. (મો. ૯૭૧૪૦ પપપપપ) ઉપનેતા તરીકે સોનલબેન બાળોદ્રાની વરણી થઇ છે.

ગયા ફેબ્રુઆરીમાં યોજાયેલ સામાન્ય ચૂંટણીમાં ભાજપને રપ અને કોંગીને ૧૧ બેઠકો મળેલ. હાલ બન્ને પક્ષના એક-એક સભ્યના અવસાનથી બે બેઠકો ખાલી પડી છે. અર્જુન ખાટરિયા ચોથી વખત જિલ્લા પંચાયતના સભ્ય તરીકે ચૂંટાયા છે. પ્રથમ ટર્મમાં એક વર્ષ બાંધકામ સમિતિના અધ્યક્ષ, બીજી ટર્મમાં પાંચ વર્ષ વિપક્ષી નેતા અને ત્રીજી ટર્મમાં અઢી વર્ષ કારોબારી અધ્યક્ષ તરીકે રહી ચૂકયા છે. પંચાયતની વહીવટી અને રાજકીય પરિસ્થિતિથી વાકેફ છે. કોંગી નેતાગીરીએ ફરી તેમને વિપક્ષી નેતા તરીકે જવાબદારી સોંપી છે. તેમણે રચનાત્મક વિપક્ષ તરીકે ભૂમિકા ભજવવાની અને જરૂર પડયે અવાજ ઉઠાવવાની ખાતરી આપી છે.

(11:57 am IST)