રાજકોટ
News of Friday, 10th May 2019

ટાટા ઈન્સ્ટીટયુટ ઓફ સોશ્યલ સાયન્સ દ્વારા

રાજકોટની દ્રોણા કોલેજને B.Vocના બેસ્ટ પર્ફોર્મિંગ હબ પાર્ટનરનો એવોર્ડ

રાજકોટ, તા. ૧૦ :. ટાટા ઈન્સ્ટીટયુટ ઓફ સોશ્યલ સાયન્સ - એસવીઈ દ્વારા માર્ચ મહિનામાં સમસ્ત દેશમાંથી B.Voc કોર્સ ચલાવતી કોલેજોની મીટીંગનું આયોજન કરવામાં આવેલુ હતું. જેમાં રાજકોટની દ્રોણા ફાઉન્ડેશન કોલેજને એમઈપીએસ સ્પેશ્યલાઈઝેશનમાં આખા દેશના ૨૫૧ હબમાંથી બેસ્ટ પર્ફોર્મિંગ હબ પાર્ટનરના એવોર્ડથી સન્માનિત કરવામાં આવેલ.

 

કોલેજના ટ્રસ્ટી પ્રોફેસર પ્રતિક જોશીએ ખુશી વ્યકત કરતા જણાવ્યુ કે, 'ઘણા સમયથી એજ્યુકેશન સિસ્ટમની એક ખૂબ મોટી ખામી ઉડીને આખે વળગે એવી હતી અને એ છે આપણા 'ભણતરની સાથે ગણતર (અનુભવ)નો અભાવ'. તાતા ઈન્સ્ટીટયુટ ઓફ સોશ્યલ સાયન્સ (ટીઆઈએસએસ)ની સ્કૂલ ઓફ વોકેશનલ એજ્યુકેશન (એસવીઈ) દ્વારા જે કન્સેપ્ટથી B.Vocની શરૂઆત કરવામાં આવી છે એ એપ્રોચ ને 'વર્ક ઈન્ટીગ્રેટેડ ટ્રેઈનીંગ પ્રોગ્રામ (ડબલ્યુઆઈટીપી)' તરીકે ઓળખવામાં આવે છે. આ કન્સેપ્ટને ભારતમાં પહેલીવાર એપ્લાય કરનાર ટીઆઈએસએસ જ છે અને ગુજરાતમાં સૌ પ્રથમ વખત શરૂ કરવાનો શ્રેય આ કોલેજે હાંસલ કર્યો છે.

ધોરણ ૧૨ પછીની મેનેજમેન્ટ ક્ષેત્રની આજ સુધીની સૌથી શ્રેષ્ઠ ડીગ્રી એટલે B.Voc છે. B.Vocમાં વિદ્યાર્થીઓને સવારે બે કલાક થિયરી કલાસ દ્વારા નોલેજ આપવામાં આવે છે અને પ્રેકટીકલ નોલેજ મેળવવા માટે દરરોજ એસકેપી (સ્કીલ નોલેજ પાર્ટનર) / કંપનીમાં પોતે શીખેલી થીયરીનો એકચ્યુઅલ યુઝ કઈ રીતે થાય છે એ જાણવા માટે ઓન ધ જોબ ટ્રેઈનીંગ મેળવે છે.

રાજકોટ ખાતે હાલ દ્રોણા ફાઉન્ડેશનમાં B.Vocના ત્રણ અલગ અલગ મેનેજમેન્ટ ક્ષેત્રના સ્પેશ્યાલાઈઝેશન મળી શકે છે. (૧) બેન્કિંગ એન્ડ ફાયનાન્સીયલ સર્વિસીસ (બીએફએસઆઈ), (૨) માર્કેટીંગ એન્ડ સેલ્સ, (૩) ઓપરેશન્સ મેનેજમેન્ટ.

વધુ માહિતી માટે કેમ્પસ ઈન્સ્ટીટયુટ ઓફ કવોલીટી એજ્યુકેશન, સિસ્ટર નિવેદિતા ફાઉન્ડેશન, જલારામ પ્લોટ ૨, એસબીઆઈ બેંક સામે, ઈન્દીરા સર્કલ પાસે, યુનિવર્સિટી રોડ, રાજકોટ ખાતે રૂબરૂ અથવા હેલ્પલાઈન મો. ૯૯૦૯૯ ૯૦૫૮૪, મો. ૯૯૦૯૯ ૯૦૭૨૪ ઉપર સંપર્ક કરી શકાય છે.(૨-૨૧)

(3:59 pm IST)