રાજકોટ
News of Friday, 10th May 2019

સી.એ. સ્ટુડન્ટ એસો. દ્વારા રીવીઝન સેમીનાર

રાજકોટ બ્રાંચ ઓફ 'વિકાસા' દ્વારા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની મે માસમાં શરૂ થનાર પરીક્ષાને ધ્યાનમાં લઇ રીવીઝન વર્ગોનું આયોજન કરાયુ છે. જેમાં સી.એ. મેહુલ ઠકકર અમદાવાદ, સી.એસ. મેહુલ ઠકકર વડોદરા, સી.એ. જીતેન ત્રિવેદી અમદાવાદ, સી.એ. હર્શીદ પટેલ અમદાવાદ, ડો. સમીર માણેક રાજકોટ, સી.એ. કુમાર ચોલેરા રાજકોટએ વિદ્યાર્થીઓને માર્ગદર્શન પુરૂ પાડયુ હતુ. રીવીઝન વર્ગોને સફળ બનાવવા સી.એ. દિપ્તી સવજાની, ચેરપર્સન સી.એ. ધવલ દોશી, એક્ષ ઓફીસીઓ, કમીટી મેમ્બર્સ, વત્સલ કામદાર વાઇ ચેરમેન, કૌશલ સોમમાનેક સેક્રેટરી, અક્ષય મુંગપરા ટ્રેઝરર, રક્ષિત પાબારી, નૈમિશ દુધાત્રાએ જહેમત ઉઠાવી હતી.

(3:59 pm IST)