રાજકોટ
News of Friday, 10th May 2019

ભુપેન્દ્ર રોડ સ્વામીનારાયણ મંદિરે ચંદનના વાઘાનો શણગાર

રાજકોટઃ સ્વામિનારાયણ મુખ્ય મંદિર ભુપેન્દ્ર રોડ રાજકોટના મંદિરમાં બિરાજતા હરિકૃષ્ણ મહારાજ, ધર્મદેવ અને ભકિત માતાને ગ્રીષ્મ ઋતુમાં એટલે કે વૈશાખ સુદ ત્રીજ (અખાત્રીજના) શુભ દિવસે ભગવાનને ચંદનના વાઘાનો કલાત્મક શણગાર કરવામાં આવ્યો હતો. સતત એક મહિના સુધી ભગવાન સ્વામિનારાયણ ચંદનના વાઘાના કલાત્મક દર્શન થશે. સવારના ૭-૩૦ રાત્રીના ૯ વાગ્યા સુધી ભગવાનના ચંદનના વાઘાના દર્શન હરિભકતો માટે ખુલ્લા રાખવામાં આવશે. સનાતન ધર્મ પ્રેમી જનતા હરિભકતો તથા સત્સંગીઓને સહપરિવાર ભગવાનના ચંદના વાઘાના દર્શનાર્થે પધારવા સ્વામિનારાયણ મુખ્ય મંદિર ભુપેન્દ્ર રોડ, રાજકોટ યુવાન અને વિદ્વાન મહંત સ્વામી શાસ્ત્રી રાધા રમણદાસજીએ પ્રેમ ભર્યું નિમંત્રણ પાઠવેલ છે. ભગવાનના ચંદનના વાઘા બનાવવામાં પુજારી સ્વામી ભકતવત્સલદાસજી, શાસ્ત્રી હરિપ્રકાશદાસજી સ્વામી, કોઠારી સ્વામી મૂનિવત્સલદાસજી સ્વામી, તથા પુજારી જયોતિભાઇ તથા બ્રહ્મચારી કપીલભાઇ તથા અનિરૂદ્ધભાઇ તથા ભાવેશભાઇ ભાવથી ચંદનના વાઘાનો શણગાર કરી રહ્યા છે. ચંદનના લાકડાને ઘસવાની કઠીન સેવા પ્રકાશભાઇ ટાંક કરી રહ્યા છે. તેમ સત્સંગી સેવક મનસુખભાઇ પરમારની યાદીમાં જણાવાયું છે.

(3:57 pm IST)