રાજકોટ
News of Friday, 10th May 2019

કલેકટરના અધ્યક્ષસ્થાને બપોરથી આર.ઓ.મીટીંગ : ઓનલાઇન રેવન્યુ ફાઇલ મેનેજમેન્ટ સીસ્ટમ અંગે ખાસ સમીક્ષા

રાજકોટ, તા., ૧૦: આજે બપોરે ૧ વાગ્યાથી રાજકોટ કલેકટરના અધ્યક્ષપદે રેવન્યુ અધિકારીઓની મહત્વની મીટીંગ શરૂ થઇ છે. જેમાં બે ડઝન મુદા અંગે સમીક્ષા થશે.

ખાસ કરીને આજની મીટીંગમાં રાજકોટ સહિત આખા ગુજરાતમાં માર્ચ મહિનાથી શરૂ થયેલ ઓનલાઇન રેવન્યુ ફાઇલ મેનેજમેન્ટ સીસ્ટમ અંગે ખાસ સમીક્ષા થશે. આ સીસ્ટમની ટેન્ડસી અને કયા કયા મુશ્કેલીઓ પડી રહી છે તે રીવ્યું લેવાશે.

આ ઉપરાંત તુમાર નિકાલ, રેવન્યુ નોંધ, તકરારી કેસો, સરકારી જમીનની માંગણીઓ, સુચીત સોસાયટીમાં હવે નવા આવનારા અરજદારો અંગે આવતા બુધવાર સુધીમાં પુરો થનાર સર્વે વિગેરે બાબતે પણ ચર્ચા-નિર્ણય થશે.(૪.૯)

(3:54 pm IST)