રાજકોટ
News of Friday, 10th May 2019

શહેરનાં તમામ વોર્ડમાં પાણી દરરોજ મળે છે? કોંગ્રેસની કારોબારી બેઠકમાં આગેવાનોની સમીક્ષા

રાજકોટ તા. ૧૦ :.. હાલમાં ઉનાળાની ગરમીને કારણે શહેરમાં જળ માંગ વધી છે છતાં શાસકો દરરોજ પાણી વિતરણનાં દાવા કરી રહ્યા છે. ત્યારે શહેરનાં દરેક વોર્ડમાં દરરોજ નિયમીત ર૦ મીનીટ પાણી મળે છે કે કેમ ? તે બાબતની સમીક્ષા શહેર કોંગ્રેસની કારોબારી બેઠકમાં થઇ હતી.

 

આ અંગે કોંગ્રેસ કાર્યાલય મંત્રી વિરલ ભટ્ટની યાદીમાં જણાવ્યુ છે કે, રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિની બેઠક નાગર બોર્ડીંગ, રાજકોટ ખાતે મળી ગઇ હતી.  શહેર કોંગ્રેસ પ્રમુખ અશોકભાઈ ડાંગરની અધ્યક્ષતામાં મળેલી આ કારોબારી બેઠકમાં રાજકોટ શહેરના વિવિધ વિસ્તારોના વોર્ડમાં પીવાના પાણી પ્રશ્ને સમીક્ષા કરવામાં આવેલ હતી.

આ બેઠકમાં રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ અશોકભાઈ ડાંગર, પ્રદેશ આગેવાનો દિનેશભાઈ મકવાણા, રહીમભાઈ સોરા, મનોજભાઈ રાઠોડ, દિનેશભાઈ ચોવટિયા, ગુજરાત મહિલા કોંગ્રેસ પ્રમુખ ગાયત્રીબાવાઘેલા, રાજકોટ મ.ન.પા. વિરોધ પક્ષના નેતા વશરામભાઈ સાગઠીયા, આગેવાનો પ્રદીપભાઈ ત્રિવેદી, ભરતભાઈ મકવાણા, મોહનભાઈ સોજીત્રા, મેઘજીભાઈ રાઠોડ, ગોવિંદભાઈ સભાયા, અશોકસિંહ વાદ્યેલા. વોર્ડ પ્રમુખો રમેશભાઈ જુન્જા, ગૌરવભાઈ પુજારા, કલ્પેશભાઈ પીપળીયા, કિશોરભાઈ દુબરીયા, કેતનભાઈ જરીયા, મનસુખભાઈ વેકરીયા, કેતનભાઈ તાળા, જગદીશભાઈ સખીયા, મનસુરભાઇ વાળા, વાસુભાઈ ભંભાણી, નારણભાઈ હિરપરા, દર્શન ગૌસ્વામી. કોર્પોરેટરો ગીતાબેન પુરબીયા, દિલીપભાઈ આસવાણી, સિમ્મીબેન જાદવ, મનસુખભાઈ કાલરીયા, પરેશભાઈ હરસોડા, પારૂલબેન ડેર, ઉર્વશીબા જાડેજા, સંજયભાઈ અજુડીયા, જાગૃતિબેન ડાંગર, રવજીભાઈ ખીમસુરીયા, માંસુબેન હેરભા, ભાનુબેન સોરાણી, રસીલાબેન ગરૈયા, સ્નેહાબેન દવે, વલ્લભભાઈ પરસાણા, હારૂનભાઈ ડાકોરા, ગાયત્રીબેન ભટ્ટ, ઘનશ્યામસિંહ જાડેજા, ધર્મિષ્ઠાબા જાડેજા. ફ્રન્ટલ-સેલ ચેરમેનો ભાવેશભાઈ ખાચરિયા, મનીષાબા વાળા, જયપાલસિંહ રાઠોડ, યુનુશભાઈ જુનેજા, રાજુભાઈ આમરણયા, જયંતીભાઈ ગાંગાણી, આશિષસિંહ વાઢેર, જીગ્નેશભાઈ સભાળ, જીગ્નેશભાઈ વાગડિયા, નિશાંત પોરિયા, સંકેત રાઠોડ. વોર્ડ મહામંત્રી વિજયભાઈ સીતાપરા, રણમલભાઈ સોનારા, મેહુલભાઈ જેઠવા, નીલેશભાઈ વિરાણી, હરેશભાઈ ડોડીયા, મુકેશભાઈ ગૌસ્વામી. આગેવાનો શૈલેશભાઈ રૂપાપરા, પરાગભાઈ મકવાણા, પ્રભાતભાઈ ડાંગર, રસિકભાઈ ભટ્ટ, દીપકભાઈ પુરબીયા, રામભાઈ હેરભા, સુરેશભાઈ ગરૈયા, બીપીનભાઈ દવે, મેરામભાઈ ચૌહાણ વગેરે આગેવાનો આ કારોબારી બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા.(પ-૩૧)

(3:52 pm IST)