રાજકોટ
News of Friday, 10th May 2019

રાજકોટ જીલ્લાના તમામ ડેમો ઉપર ૧પ જુન સુધીમાં વાયરલેસ ઇન્સ્ટોલ

કલેકટરના આદેશોઃ પ્રિ-મોન્સુન ડીઝાસ્ટર મેનેજમેન્ટ અંગે ૪૦ ખાતાના અધિકારીઓ સાથે તૈયારી અંગે મીટીંગ યોજતા ડો. રાહુલ ગુપ્તા : તાલુકા-નગરપાલીકા-ગ્રામ્ય અને જીલ્લા લેવલે ડીઝાસ્ટર પ્લાન પ દિ'માં પુર્ણ કરવા સુચના : દરેક તાલુકા-ખેતીવાડી ખાતામાં વરસાદ માપક યંત્રો ટેસ્ટ કરી લેવાશે : શિક્ષણ તંત્રને એવી સ્કુલો -સેન્ટર હોમ તપાસી જવા આદેશોઃ દરેક પાસેથી રીપોર્ટ મંગાવાયો : તાલુકા-નગરપાલીકા-ગ્રામ્ય અને જીલ્લા લેવલે ડીઝાસ્ટર પ્લાન પ દિ'માં પુર્ણ કરવા સુચના : તાલુકા-સિંચાઇ-જીલ્લા લેવલનો કન્ટ્રોલ રૂમ ૧ લી જુનથી શરૂ

રાજકોટ તા. ૧૦ : આગામી મોન્સુન સીઝન તથા આવનારી પ્રીમોન્સુન ડીઝાસ્ટર મેનેજમેન્ટ અંગે આજે રાજકોટ કલેકટર ડો. રાહુલ ગુપ્તાની અધ્યક્ષતામાં કલેકટરે દરેક અધિકારીને સ્ટેન્ડ ટુ રહેવાના આદેશો પણ કર્યા હતા.

આજથી મીટીંગમાં કલેકટરે-ડી.કલેકટર ઉપરાંત મહેસુલના તમામ કર્મચારીઓ-જીઇબી, પોલીસ, જીલ્લા પંચાયત, ડીઝાસ્ટર મેનેજમેન્ટ, આર.ટી.ઓ. શિક્ષણ, ખેતીવાડી ખાતુ, કોર્પોરેશન, તથા અન્ય તમામ ખાતાના અધિકારીઓ હાજર રહ્યા હતા.

કલેકટરે પ્રાં-નગરપાલીકા-ડીડીઓ-અને તાલુકા લેવલે ડેમ-ગરનાળા-ચેકડેમો-નીચાણવાળા વિસ્તાર, ડેમના અંદરના ભાગોનો વિસ્તાર સહિત તમામ બાબતોનો ડીટેઇલ રીવ્યુ કર્યો હતો.

કલેકટરે ત્યારબાદ તાલુકા-નગરપાલીકા-ગ્રામ્ય અને જીલ્લા લેવલે ડીઝાસ્ટર પ્લાન પ દિવસમાં પુર્ણ કરી તમામ રીપોર્ટ કરવા સુચના આપી હતી. આ ઉપરાંત દરેક તાલુકા મામલતદાર કચેરી-ખેતીવાડી ખાતાની કચેરીઓન વરસાદ માથક યંત્રો ટેસ્ટ કરી લેવા, ડીઝાસ્ટર તંત્રનો  રેસ્કયુ અંગેના તમામ સાધનો-દોરડા-બોટ-વિગેરે ચકાસી જવા જીલ્લા શિક્ષણાધિકારીને સ્કુલો સેન્ટર હોમમાં લોકોને ખસેડવા પડેતો તે ચકાસી જવા, નીચાણવાળા વિસ્તારો અંગે રીપોર્ટ તૈયાર કરવા સુચના અપાઇ હતી.

કલેકટર ડો. રાહુલ ગુપ્તાએ સિંચાઇ-પાણી પુરવઠા તંત્રને આગામી ૧પ જુન પહેલા રાજકોટ જીલ્લાના તમામ ડેમો ઉપર વાયરલેસ ઇન્સ્ટોલ કરી લેવા, અને જો હોય તો બરાબર કામ કરે છે કે તે ચકાસી જવા આદેશો કર્યા હતા. તેમજ આગામી ૧ લી જુનથી-તાલુકા લેવલે, સિંચાઇના, અને જીલ્લા લેવલે કન્ટ્રોલરૂમ ખાસ શરૂ કરી દેવા પણ સુચના આપી હતી.

(3:50 pm IST)