રાજકોટ
News of Friday, 10th May 2019

ક્રિષ્ના,માધવી,નિશિતા,દિશાને ૯૯થી વધારે પી.આર.

ધો.૧૨ સાયન્સમાં ક્રિષ્ના સ્કૂલનો ડંકોઃ ૩૩ છાત્રોને ૯૦થી વધારે પી.આર.

સવીરમાં વી.ડી.બાલા સાથે મહેન્દ્રભાઇ ગજેરા, તુપ્તિબેન ગજેરા, ક્રિષ્ના થોરિયા, માધવી પાડશળા, નિશિતા ખોખરિયા નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા

રાજકોટઃ બોર્ડ દ્વારા ધોરણ ૧૨ સાયન્સનું પરીણામ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં ગુજરાત રાજયમાં રાજકોટ જિલ્લા પ્રથમ નબરે રહ્યો છે. રાજકોટની ક્રિષ્ના સ્કૂલે પણ ધોરણ ૧૨ સાન્યસમાં ખૂબ સારૃં પરીણામ મેળવ્યું છે. બોર્ડમાં ક્રિષ્ના સ્કૂલની થોરીયા ક્રિષ્નાએ સેકન્ડ અને માધવી પાડશળાએ પાંચમો ક્રમાંક મેળવ્યો છે. વર્ષે ક્રિષ્ના સ્કૂના ધોરણ ૧૨ સાયન્સના પરિણામમાં વિદ્યાર્થીઓએ મેદાન માર્યુ છે અને ૯૯ થી વધારે પી.આર.સાથે પ્રથમ ચારમાં વિદ્યાર્થીનીઓએ સ્થાન મેળવ્યું છે. ઉપરાંત ધોરણ ૧૨ સાયન્સમાં ૩૫ જેટલા વિદ્યાર્થીઓએ ૯૦ થી વધારે પી.આર મેળવ્યા છે.

ક્રિષ્ના સ્કૂલની થોરીયા ક્રિષ્નાએ ધોરણ ૧૨ સાયન્સમાં ૯૯.૯૮ પી.આર સાથે એ૧ ગ્રેડ મેળવી બોર્ડમાં સેકન્ડ નંબર મેળવેલ છે. ક્રિષ્નાએ ફીઝીકસમાં ૧૦૦માંથી ૯૯ માર્કસ મેળવ્યા છે અને જેઇઇ મેઇનમાં ૯૮.૪૫ તથા ગુજકેટમાં ૯૯.૯૭ પી.આર મેળવ્યા છે. ક્રિષ્ના થોરીયાના પિતા કોમ્પ્યુટર ક્ષેત્રમાં જેબવર્ક કરે છે અને માતા સરકારી નોકરીયાત છે. ક્રિષ્ના અમની સફળતા અંગે વાત કરતા કહે છે દરરોજ ૧૦ થી ૧૨ કલાકનું વાંચન અને સ્કૂલમાં એકપણ દિવસની ગેરહાજરી વગર સફળતા મેળવેલ છે. મારી સફળતામાં સ્કૂલનું પરીવાર જેવું વાતાવરણ મને ખૂબ ઉપયોગી થયું છે. હવે સફળતા થકી આઇ.આઇ.ટીમાં અભ્યાસ કરીને નાશામાં સ્પેશ સાયન્ટીસ બનવાની મારી ઇચ્છા છે.

એવી રીતે ધોરણ ૧૨ સાયન્સમાં ૯૯.૯૫ પી.આર સાથે એ૧ ગ્રેડ મેળવીને બોર્ડમાં પાંચમું મેળવનાર માધવી પાડશળાના પિતા ડાઇંનીગ હોલ ચલાવે છે અને માતા ઘરકામ કરે છે. માધવીએ મેથ્સ થીયરીમાં ૧૦૦ માંથી ૧૦૦ માકર્સ તથા જેઇઇ મેઇનમાં ૯૮.૦૪ અને ગુજકેટમાં ૯૯.૯૦ પી.આર. મેળવ્યા છે. માધવી એની સફળતા અંગે વાત કરતા કહે છે આજે જે સફળતા મળી છે અથાગ મહેનત થકી મળી છે. અને મારી સફળતામાં સ્કૂલના શિક્ષકો અને ટ્રસ્ટીઓનો સીંહફાળો રહ્યો છે. મહેનતની સાથે ઘરે મમ્મીને ઘરકામમાં પણ મદદ કરતી હતી. હવે આઇ.આઇ.ટી.માં અભ્યાસ કરીને કોમ્પ્યુટર સાયન્સમાં નીપુણતા મેળવીને સોફટવેર ઇન્જીનીઅર બનવાનું મારૂ સ્વપ્ન છે.

ધોરણ ૧૨ સાયન્સ બોર્ડમાં ૯૯.૩૯ પી.આર મેળવનાર ખોખારિયા નીશીતાના પિતા એક ડાયમંડ વર્કર છે અને માતા ઘરકામ કરે છે. નીશીતાએ જેઇઇ મેઇનમાં ૮૯.૮૨ અને ગુજકેટમાં ૯૫.૯૧ પી.આર મેળવ્યા છે. નીશીતાને પણ આઇ.આઇ.ટીમાંથી અભ્યાસ કરીને ઇનફોર્મેશન ટેકનોલોજીમાં સ્નાતક બની બેસ્ટ ટેકનીશીયન બનવાની ઇચ્છા છે. નીશીતા સફળતાના રહસ્ય વિશે વાત કરતા કહે છે સારા માર્કસ મેળવવા માટે યોગ્ય પ્લાનીંગ કર્યુ હતું અને મુજબ દિવસ રાત મહેનત કરી છે. શાળાએ નિયમીત જઇને સ્કૂલ દ્વારા આપવામાં આવતું વર્ક કરી આજે સફળતા મેળવી છે.

વર્ષે ક્રિષ્ના સ્કૂલમાં ધોરણ ૧૨ સાયન્સમાં છોકરા કરતા છોકરીઓએ વધુ પી.આર મેળવવામાં મેદાન માર્યુ છે.૧૨ સાયન્સામાં ૯૯.૧૯ પી.આર.સાથે સ્કૂલમાં ચોથો ક્રમ મેળવનાર માવાડિયા દિશા સફળતા વિશે વાત કરતા કહે છે સતત અભ્યાસમાં ધ્યાન આપી સ્કુલની સાથે ઘરે પણ મહેનત કરી છે. ખાસ કરીને સ્કૂલ દ્વારા જે વાતાવરણ પુરૂ પાડવામાં આવ્યું છે સફળતા મેળવવામાં ખૂબ ઉપયોગી થયું છે.

રાજકોટની ક્રિષ્ના સ્કૂલ દર વર્ષે સાયન્સ ફેકલટીમાં ટોપ પર રહે છે વર્ષે ફરી સ્કૂલના વિધાર્થીઓએ બોર્ડના ટોપ ટેન રેન્કમાં સ્થાન મેળવ્યું છે. ક્રિષ્ના સ્કૂલની થોરીયા ક્રિષ્નાએ ધોરણ ૧૨ સાયન્સમાં ૯૯.૯૮ પી.આર મેળવી એ૧ ગ્રેડ મેળવી બોર્ડમાં સેકન્ડ નંબર મેળવેલ છે. ક્રિષ્નાએ ફીઝીકમાં ૧૦૦ માંથી ૯૯ માર્કસ મેળવ્યા છે અને જેઇઇ મેઇનમાં ૯૮.૪૫ તથા ગુજકેટમાં ૯૯.૯૭ પી.આર મેળવ્યા છેએવી રીતે માધવી પાડશળાએ ધોરણ ૧૨ સાયન્સમાં ૯૯.૯૫ પી.આર. સાથે ૧એ ગ્રેડ મેળવીને બોર્ડમાં પાંચમું સ્થાન મેળવ્યું છે અને માધવીએ મેથ્સ થીયરીમાં ૧૦૦ માંથી ૧૦૦ માર્કસ મેળવી ટોપમાં સ્થાન પ્રાપ્ત કર્યુ છે. આવી રીતે આશરા ધ્રુવએ પણ મેથ્સ થીયરીમાં ૧૦૦ માંથી ૧૦૦ માર્કસ મેળવ્યા છે. આજે જાહેર થયેલા ધોરણ ૧૨ સાયન્સના પરીણામમાં ક્રિષ્ના સ્કૂલના ૩૫ જેટલા વિદ્યાર્થીઓએ ૯૦ પી.આર.થી વધારે મેળવ્યા છે. ઉપરાંત જેઇઇ પરીક્ષામાં ૭૨ વિદ્યાર્થી કવોલીફાઇ થયા છે.

આમ તો ક્રિષ્ના ગ્રુપ ઓફ સ્કૂલની શરૂઆત જ સાયન્સ સ્કૂલથી થઇહતી. આજે સાયન્સ સ્કુલથી શરૂ થયેલ ક્રિષ્ના સ્કૂલ ઓફ ગ્રુપની રાજકોટ, ત્રંબા, જામનગર, માંડવી અને ભુજમાં શાળાઓ કાર્યરત છે. દર વર્ષે ધોરણ ૧૨ સાયન્સમાં  ક્રિષ્ના સ્કૂલના વિદ્યાર્થીઓ બોર્ડના ટોપ રેન્કમાં સ્થાન પામે છે. આજરોજ ધોરણ ૧૨ સાયન્સમાં ક્રિષ્ના સ્કૂલના વિધાર્થીઓએ મેળવેલી ભવ્ય સફળતા બદલ સ્કૂલના એમ.ડી.મહેન્દ્રભાઇ ગજેરા અને ટ્રસ્ટી તૃપ્તીબેન ગજેરાએ વિદ્યાર્થીઓને અને એમના વાલીઓને તથા શિક્ષણગણને શુભેચ્છા પાઠવી હતી.

(3:46 pm IST)