રાજકોટ
News of Friday, 10th May 2019

ધો.૧૨ સાયન્સના પરિણામમાં સ્વસ્તિક સ્કુલનું ઉત્કૃષ્ટ પરિણામ : જીકાર ભવન ૯૯.૯૯ પીઆર સાથે બોર્ડ પ્રથમ

સ્કુલ ઉપરાંત દરરોજ ૭ કલાક અભ્યાસ કરનાર જીકાર ભવનને કાર્ડયાક સર્જન બનવું છે

રાજકોટ : ''અકિલા'' કાર્યાલય ખાતે સ્વસ્તિક સ્કૂલ વતી તેમના સંચાલકો અલ્પેશ જોષી, જીતેશ આસનાની, લલિત ઠકરાર તથા ભવન જીકાર અને તેના પિતા તપન જીકાર, પ્રશાંત પબ્લીસીટીવાળા બકુલભાઈ મહેતા  નજરે પડે છે.(તસ્વીરઃ વિક્રમ ડાભી)

રાજકોટ, તા. ૧૦ : ગુજરાત બોર્ડનું વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર થયુ છે. ધો. ૧૨-સાયન્સનું છેલ્લા સાત વર્ષનું  સૌથી ઓછું ૭૧.૯૦ ટકા પરિણામ છે. બધી શાળાઓ વચ્ચે ક્રિસ્ટલ મોલની પાછળ આવેલી સ્વસ્તિક સ્કૂલ દર વર્ષે પરિણામમાં અગ્રેસર રહે છે. દરેક વખતે સ્વસ્તિક સ્કૂલના વિદ્યાર્થીઓ સમગ્ર ગુજરાત તથા રાજકોટ જીલ્લામાં સારા માર્કસ મેળવી અને બોર્ડમાં પ્રથમ હરોળનું સ્થાન મેળવવામાં અગ્રેસર રહેલા છે. તથા આવીજ રીતે વર્ષે પણ સ્વસ્તિક સ્કૂલનો વિદ્યાર્થી ભવન જીકારે સમગ્ર ગુજરાત બોર્ડમાં પ્રથમ સ્થાને રહી સ્વસ્તિક સ્કુલ તથા પરિવારનું ગૌરવ વધારેલ છે.

ભવન જીકારે રેગ્યુલર તૈયારી, અનુભવી તજજ્ઞ શિક્ષકોનાં સચોટ અને યોગ્ય માર્ગદર્શન તથા કોન્સેપ્ટ કલીયર કરવાથી ઉચ્ચ સફળતા પ્રાપ્ત કરી છે. ભવનના જણાવ્યા અનુસાર ધો-૧૦ ના પરીણામ બાદ શાળા પસંદગીમાં દુવિધા ઉભી થયેલ હતીસ્વસ્તિક સ્કૂલના કેમેસ્ટ્રી તજજ્ઞ તથા ૧૯ વર્ષથી પણ વધુ શૈક્ષણીક અનુભવ ધરાવતા એજયુકેશનલ ડાયરેકટર અલ્પેશ જોષીની પર્સનલ મુલકાત કરી હતી તથા વેકેશનમાં તેમની પાસે અભ્યાસ કરીને નક્કી કરી લીધું હતું કે સાયન્સમાં પ્રવેશ તો સ્વસ્તિક સ્કૂલમાં મેળવવો છે. સ્વસ્તિક સ્કૂલમાં માત્ર ધો.૧૧-૧૨ સાયન્સ કાર્યરત છે. તથા સ્વસ્તિક સ્કુલ રાજકોટની એકમાત્ર સાયન્સ સ્પેશ્યાલીટી સ્કૂલ છે કે જેમાં દરેક વિદ્યાર્થીઓ પર વ્યકિતગત શિક્ષકો દ્વારા ધ્યાન આપવામાં આવે છે. ડો.રાજીવ દોશી તથા લલિત ઠકરાર કે જેઓ ૧ર વર્ષનો શૈક્ષણીક ક્ષેત્રે અનુભવ ધરાવે છે. તેમજ જીતેશ સર કે જેઓ છેલ્લા ૧૦ વર્ષ કરતા વધુ સમયથી શિક્ષણ ક્ષેત્રે અનુભવ ધરાવે છે અને બધા શિક્ષકો વિદ્યાર્થીઓમાં પણ અતી લોકપ્રિય અને ચાહના ધરાવનાર હોવાના સંજોગોમાં સ્વસ્તિક સ્કૂલમાં એડમિશન લેવાનો મેં નિર્ણય કરેલ હતો. સ્વસ્તિક સ્કૂલની અન્ય કોઈ બ્રાંચ કે શાખા હોવાથી દરેક વિદ્યાર્થીઓ પર પુરતુ ધ્યાન આપવા માટે શિક્ષકો હંમેશા તત્પર રહેતા હોય છે. આવી બાબતોથી મે સ્વસ્તિક સ્કૂલમાં પ્રવેશ મેળવેલો.

ભવને જણાવ્યુ હતું કે શાળા ઉપરાંત દરરોજ ૭ કલાક શિક્ષણ કાર્ય કર્યુ. કાર્ડિયાક થવાનું જીકાર ભવને કહ્યું છે.  મુજબ NEET-JEE-GUJCETની શ્રેષ્ઠ તૈયાર માત્ર સ્વસ્તિક સ્કૂલમાં સારી થાય છે. વળી B-Group હોવા છતાં JEE Mainમાં ૯૮.૧૩ PR અને KVPY જેવી પરિક્ષામાં પણ ભવન રાજકોટમાં પ્રથમ ક્રમે ઉર્તીણ થયેલ છે. તેમના પિતાશ્રી તપનભાઈના જણાવ્યા મુજબ ભવન શાંત સ્વભાવનો તથા એકાગ્ર થઈને અભ્યાસ કરે છે જેથી તે સફળ થઇ શકયો છે.

(3:44 pm IST)