રાજકોટ
News of Friday, 10th May 2019

માણેક ચોકના બે જ્વેલર્સના કારીગરો ૩૨ લાખનું સોનું લઇ ફરાર થઇ ગયા

અક્ષય તૃતિયા પછી દાગીના ઘડવાના નામે કિલો સોનું ઉઠાવી ગયા : બીજા જ્વેલર્સ અંબાજી દર્શને ગયા ત્યારે ઘરેથી ઘરઘાટીએ ચાર લાખના દાગીના લૂંટ્યા

રાજકોટ તા. ૧૦ : અક્ષય તૃતિયાના શુભ મુર્હત બાદ માણેકચોકના બે જવેલર્સને તેમના કામગાર લાખો રૂપિયાનો ચૂનો ચોપડી ગયા હતા.

પાલડીની શાંતમ રેસિડન્સીમાં રહેતાં અને માણેકચોકમાં અષ્ટ મંગલ જવેલર્સના નામે વેપાર કરતાં નીતિન સુરેશચંદ્ર ગાંધીએ ખાડિયા પોલીસ સ્ટેશનમાં કીન્કર સદન ગુચ્છાઈત રહે, કોલકાતા વિરૂદ્ઘ ફરિયાદ કરી છે. કિન્કર ચાલુ માસે કુલ ૯૯૯.૮૧ ગ્રામ વજનનું ૨૪ કેરેટ ગોલ્ડ દાગીના બનાવવામાં લઈ ગયો હતો. જે દાગીના બુધવારે આપવાનો વાયદો કર્યો પરંતુ ઘર અને દૂકાન બંધ કરી ફરાર થઈ ગયો હતો.

બીજી તરફ, આબાંવાડી શ્રીનાથજી નગરમાં રહેતાં અને માણેકચોકમાં જવેલરીનો વેપાર કરતાં જીગર અશોક પટેલ પરિવાર સાથે અંબાજી ગયા ત્યારે મહીલા ઘરઘાટી અંજલીએ પતિ લલીત સાથે મળી રૂ.૩.૮૦ લાખના દાગીનાની ચોરી કરી હતી. ગુજરાત યુનિવર્સિટી પોલીસે ગુનો નોંધી દાખલ કર્યો છે.

(2:46 pm IST)