રાજકોટ
News of Friday, 10th May 2019

વોકહાર્ટ હોસ્પિટલ પાછળથી મયુર સોની દારૂ સાથે પકડાયો

ગાંધીગ્રામ પોલીસે પાંચ બોટલ સાથે પકડ્યો

રાજકોટ તા. ૧૦: ગાંધીગ્રામ પોલીસે કોટેચા ચોકથી યુનિવસ્ર્ટિી રોડ પર વોકહાર્ટ હોસ્પિટલ પાછળથી એકસેસ ટુવ્હીલર નં. જીજે૩એચબી-૨૬૪૨માં દારૂની પાંચ બોટલ સાથે નીકળેલા ગાયત્રીનગર-૩/૭ના ખુણે રહેતાં મયુર નરેશભાઇ વૈઠા (સોની) (ઉ.૨૭)ને પકડી લઇ બોટલો તથા વાહન મળી રૂ. ૨૪ હજારના મુદ્દામાલ  સાથે પકડી લીધો છે.

પી.આઇ. વી.વી. ઓડેદરાની રાહબરીમાં એએસઆઇ એમ. વી. લુવા, કોન્સ. દિવ્યરાજસ્િંહ જાડેજા, ટ્રાફિક બ્રિગેડ વિમલસિંહ પરમાર પેટ્રોલીંગમાં હતાં ત્યારે બાતમી પરથી વોચ રાખી આ શખ્સને પકડી લેવાયો હતો. આ શખ્સ ઇમિટેશનનું કામ કરે છે. દારૂ કયાંથી લાવ્યો? તે અંગે વિશેષ પુછતાછ થઇ રહી છે.

(12:00 pm IST)