રાજકોટ
News of Friday, 10th May 2019

રૂ.ર૦ લાખ પ૦ હજારના ચેક રિટર્નની રકમ વ્યાજ-ખર્ચ સાથે ચુકવવા કોર્ટનો આદેશ

રાજકોટ, તા., ૯: રૂ. ર૦,પ૦,૦૦૦ના ચેક ડીસઓનરની રકમ વ્યાજ ખર્ચ સાથે સહીત ચુકવવા રાજકોટ કોર્ટે આદેશ કર્યો હતો.

રાજકોટના રહીશ મેઘદુતભાઇ શાંતીલાલ પરમાર ઠે. આનંદનગર કોલોની કોઠારીયા રોડ રાજકોટનાએ અનીલભાઇ મનસુખલાલ પરમાર તથા અલ્કાબેન મનસુખભાઇ પરમાર ઠે. વ્રજ નિવાસ, લક્ષ્મીવાડી કોર્નર, રાજકોટના સામે સમજુતી કરાર કમ પ્રોમેસરી નોટ તથા તેમાં લખેલ લેણું ભરપાઇ કરવા ચેકસની બાકી લેણી રકમ વસુલવા રાજકો કોર્ટમાં દાવો દાખલ કરેલ.

દાવાની વિગતો મુજબ વાદી તથા પ્રતિવાદીનો પરીચય, પ્રતિવાદીના ભુતકાળના પાડોશી મારફત થયેલ. પ્રતિવાદીએ રાજકોટના રે.સ.નં. પ૧૭, પ૧૮ના પ્લોટની માલીક પોતાની છે તેવું જણાવી અનેક વ્યકિતઓને વેચાણ આપવાનું લખી આપેલ તે પૈકી વાદી મેઘદુતભાઇ પ્લોટ વેચાણની પ્રલોભન આપી તા.૩૧-૧-૧પ સુધીમાં ટુકડે ટુકડે રૂ. ર૦,પ૦,૦૦૦ પ્લોટ વેચાણના અવેજ તરીકે સ્વીકારેલ અને એક માસમાં વેચાણ દસ્તાવેજ કરવા માટે વાદીને વિશ્વાસ, વચન અને ભરોસો આપેલ પરંતુ સમયસર વેચાણ દસ્તાવેજ નહી કરી આપતા જે તે રકમ પરત આપવા માટે વાદી જોગ રૂ. ૧૦૦ સ્ટેમ્પ પેપર ઉપર સમજુતી કરાર કમ પ્રોમેસરી નોટ લખી આપી, નોટરાઇઝેશન કરી આપેલ છે અને કરારમાં દર્શાવ્યા મુજબનો ચેક વાદીને સોંપી આપેલ. તે ચેક રજુ રાખવાનો સમય થતાં ચેક જે તે સમયે રજુ રાખવા દિધેલ નહી અને પ્રતીવાદી સમજાવી ફોસલાવી નવા ચેક આપેલ.

આ ચેક પણ વસુલાત માટે રજુ રાખવા દિધેલ નહી અને ત્યાર બાદ છ વાર અલગ અલગ નવા ચેક આપેલ પરંતુ વાયદા વચન આપી, સમજાવી ફોસલાવી ચેક જમા કરાવા દિધેલ નહી. ત્યાર બાદ સાતમી વાર આપેલ ચેક પ્રતિવાદીની સંમતીથી બેંકમાં રજુ રાખ્યા બાદ પણ જે તે ચેકની વસુલાત મળેલ નહી અને વાદીનું બાકી લેણણું કબુલ રાખી ચાર ચેક ડીસઓનર થયેલ. જે બાબતે કાયદા પ્રબંધો હેઠળ નોટીસ આપવા છતાં ડીસઓનર થયેલ ચેકની રકમ આપેલ નહી. જેથી રાજકોટ કોર્ટમાં ચાર ફોજદારી ફરીયાદ દાખલ કરવામાં આવેલ છે. જેના પ્રત્યાઘાત સ્વરૂપે પ્રતિવાદીઓએ પોલીસ કમિશ્નર કચેરીમાં ફરીયાદ કરી, વાદીને એક મહીનો એક મહીનો હેરાન કરેલ અને ચેકડીસઓનરની ફરીયાદ પાછી ખેંચી લેવા માટે દબાણ કરાવેલ.

આ બાબતે કોર્ટને રજુઆત કરતાં પ્રતિવાદીએ ભકિતનગર પો.સ્ટે.માં વાદી વિરૂધધ બોગસ ફરીયાદ દાખલ કરેલ. જેથી રાજકોટ કોર્ટમાં ડીસઓનર થયેલ ચેક તથા સમજુતી કરાર કમ પ્રોમેસરી નોટ આધારે રાજકોટ કોર્ટમાં લેણા વસુલાતનો દાવો દાખલ કરવામાં આવેલ. જેમાં પ્રતિવાદી અનીલભાઇ તથા અલ્કાબેનએ બચાવની તક મળવા અરજી કરેલ તેમાં કોર્ટે દાવાની રકમના પચ્ચીસ ટકા રકમ જમા કરાવવા આદેશ કરેલ અને તે રકમ જમા કરાવવા સમય પણ આપેલ પરંતુ તેવી કોઇ રકમ કોર્ટમાં જમા કરાવવા પ્રતિવાદી અનીલભાઇ તથા અલ્કાબેને દરકાર નહી કરતા રાજકોટ સીવીલ જજે વાદીનો દાવો રૂ. ર૦,પ૦,૦૦૦નો મંજુર કરેલ છે. અને તે રકમ દાવા તારીખથી વસુલાત મળતા સુધી છ ટકાના ચડત વ્યાજ ચુકવવા તથા વાદીને થયેલ ખર્ચ ચુકવવા આદેશ કરેલ છે.

આ કામમાં વાદી મેઘદુતભાઇ શાંતીલાલ પરમાર વતી વિકાસ  કે.શેઠ, અલ્પા વિ. શેઠ તથા વિવેકભાઇ ધનેશા એડવોકેટ દરજ્જે રોકાયેલ છે.

(3:37 pm IST)