રાજકોટ
News of Thursday, 10th May 2018

ટ્રેનમાં ચા-કોફી અને ભોજનના વધુ ભાવ વસુલાતા હોવાની ફરિયાદો

રાજકોટ, તા.૧૦: મેઇલ એકસપ્રેસ સહિતની ટ્રેનોમાં મુસાફરો પાસેથી ચા-કોફી, નાસ્તો અને ભોજનના નકકી કરેલ ભાવ કરતા વધુ નાણા વસુલાતા હોવાની અવાર-નવાર ફરિયાદો ઉઠ છે. જેના સંદર્ભે તંત્ર દ્વારા જણાવાયું છે કે, મેઇલ એકસપ્રેસમાં મુસાફરો ચા-કોફીના રૂ.૭ અને ભોજનમાં વેજ ડીસના રૂ.૫૦ અને નોનવેજના રૂ.૫૫થી વધુ ચૂકવવા નહી. પશ્વિમ રેલવે તંત્ર દ્વારા મેઇલ એકસપ્રેસ ટ્રેનમાં ચા-કોફી સહિત ફુલ ભોજનનું નકકી કરેલ ભાવ પત્રક પ્રમાણે, ચા-કોફીનો ભાવ રૂ.૭ નકકી કરેલ છે. જયારે નાસ્તાના રૂ.૩૫થી વધુ ચુકવવાના હોતા નથી. આ ઉપરાંત ભોજનમાં વેજ ડીસનો ભાવ રૂ.૫૦ નકકી કરવામાં આવેલો જયારે નોનવેજ ડીસનો ભાવ રૂ.૫૫ નકકી કરેલો હોવાનું પ્રસિધ્ધ થયું છે.

કયા મેનુનો કેટલો ભાવ વસુલાય છે

રૂ.૭માં ૧૫૦ એમએલ ચા-કોફી રૂ.૩૫માં નાસ્તો(૨ સ્લાઇસ, ૨ વેજ કટેલેશ) રૂ.૫૦ માં વેજ ડીસ(૨ પરોઠા અથવા ૪ રોટી, ૧૦૦ ગ્રામ સબ્જી, ૧૫૦ ગ્રામ દાળ, ૧૫૦ ગ્રામ રાઇસ, ૪૦ ગ્રામ સ્વિટ, ૨૫૦ ગ્રામ પાણી) રૂ.૫૫ માં નોનવેજ ડીસ(૨ પરોઠા અથવા ૪ રોટી, ૧૫૦ ગ્રામ દાળ, ૧૫૦ ગ્રામ રાઇસ, ૨૦૦ ગ્રામ ઇંડા કરી, ૪૦ ગ્રામ સ્વિટ, ૨૫૦ ગ્રામ પાણી)

(4:04 pm IST)