રાજકોટ
News of Saturday, 10th April 2021

દેશી-તમંચા-કાર્ટીસ સાથે પકડાયેલ આરોપીનો નિર્દોષ છૂટકારો ફરમાવતી કોર્ટ

રાજકોટ તા. ૧૦: અત્રે દેશી તમંચો અને કાર્ટીસ ગેરકાયદેસર રીતે કબજામાં રાખવાના કેઇસમાં પકડાયેલ આરોપીનો નિર્દોષ છુટકારો અદાલતે ફરમાવેલ હતો.

આ કેસની વિગત એવી છે કે, તારીખ ૧પ/૦૬/ર૦૧૧ના રોજ 'એ' ડીવીઝન પોલીસ પેટ્રોલીંગમાં હતી ત્યારે હકીકત મળેલ કે ભકિનગર સ્ટેશન પ્લોટ બ્રાસાવાળી શેરીમાં એક ઇસમ પોતાના કબજામાં ગેર કાયદેસર પરવાના વગર દેશી બનાવટનો તમંચો તથા એક ખાલી કારતુસ ફુટલો તથા એક જીવતો કારતુસ પોતાના કબજામાં રાખીને ઉભો છે પોલીસે જઇને તપાસ કરતા અને પંચો રૂબરૂ પંચનામું કરતા આરોપી જયરાજસિંહ અજીતસિંહ રાયજાદા રહે. રાજકોટવાળાના મુદ્દામાલ સહીત મળી આવતાં પોલીસે અટક કરી પુરતો પુરાવો મળી આવતાં ચાર્જશીટ કરેલ આ કેઇસ ચાલી જતાં આરોપીએ ગેરકાયદેસર રીતે તેના કબજામાં દેશી બનાવટનો તમંચો કે કાર્ટીસ રાખેલ હોય તે હકીકત ફરીયાદ પક્ષ સાબીત કરી શકેલ નહીં તેમજ પંચનામું સાબીત કરી શકેલ નહીં.

પોલીસ, સાહેદોની જુબાની વિરોધાભાસ થયેલ એફ.એસ.એલ. અધીકારીને તપાસેલ નહીં આ તમામ હકીકતોને ધ્યાને લઇને નામદાર અદાલતે આરોપી જયરાજસિંહ અજીતસિંહ રાયજાદાને નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ કરેલ હતો.

આ કેસમાં આરોપી જયરાજસિંહ અજીતસિંહ રાયજાદા તરફે રાજકોટના અગ્રણી એડવોકેટ શ્રી સિધ્ધરાજસિંહ કે. જાડેજા રોકાયેલા હતાં.

(3:00 pm IST)