જિલ્લા બેન્ક પરિવાર દ્વારા પ૧.પ૧ લાખનું દાન
રાજકોટ : ડિસ્ટ્રિકટ કો-ઓપરેટીવ બેંક લી. રાજકોટના જનરલ મેનેજરશ્રી વી.એમ. સખીયાની યાદીમાં જણાવે છે કે હાલ આફતના સમયમાં ભારત સરકાર તથા ગુજરાત સરકાર સાથે સહભાગી થવા ફુલ નહિ તો ફુલની પાંખડી રૂપે શ્રી રાજકોટ ડિસ્ટ્રીકટ કો-ઓપરેટીવ બેંકના ચેરમેન અને કેબીનેટ મંત્રી શ્રી જયેશભાઇ રાદડીયા, બેંકના વાઇસ ચેરમેન શ્રી મગનભાઇ વડાવીયા, બેંકના મેનેજીંગ ડીરકેટર શ્રી ઘનશ્યામભાઇ ખાટરીયા અને બેંકના ડીરેકટર પ્રેરણાથી આ બેંક તરફથી મુખ્યમંત્રીના રાહત ફંડમાં રૂ. ર૧.૦૦ લાખ, વડાપ્રધાનશ્રીના રાહત ફંડમાં રૂ. ૧૧ લાખ તથા બેંકના તમામ કર્મચારીઓના એક દિવસના પગારની રકમ રૂ. ૧૯.પ૧ લાખ મુખ્યમંત્રીશ્રીન રાહત ફંડમાં આપી એકંદર રૂ. પ૧.પ૧ લાખની માતબર રકમ દાન પેટે આપેલ છે, આ દાનની રકમના ચેકો બેંકના ચેરમેન શ્રી જયેશભાઇ રાદડીયા તરફથી જીલ્લા કલેકટર રેમ્યા મોહનને અર્પણ કરવામાં આવેલ છે.