વાહન ચોરી, વાયર ચોરી અને મારામારીમાં સામેલ પાંચ શખ્સો પાસામાં ધકેલાયા
તાલુકા પોલીસે ત્રણ, ક્રાઇમ બ્રાંચે એક અને ભકિતનગર પોલીસે એકને પાસામાં કરી
રાજકોટ, તા. ૧૦ : લોકસભાની ચૂંટણી શાંતિ પૂર્ણ રીતે યોજાઇ તે અનુસંધાને શહેરમાં વાહન ચોરી, વાયર ચોરી અને મારામારીના ગુન્હામાં સામેલ પાંચ શખ્સોને પાસામાં ધકેલવા માટે પોલીસ કમિશનરે વોરંટ ઇશ્યુ કરતા તાલુકા, ક્રાઇમ બ્રાંચ અને ભકિતનગર પોલીસે પાંચેયને પાસા હેઠળ જેલ હવાલે કર્યા છે.
જેમાં વાહન ચોરીના ગુન્હામાં સામેલ લાખા જેરામભાઇ વાઘેલા (રહે. માર્કેટીંગ યાર્ડ પાસે તથા રૈયાધાર)ને પાસામાં ધકેલવા માટે વોરંટ ઇશ્યુ કરતા ક્રાઇમ બ્રાંચના પીઆઇ એચ.એમ. ગઢવી તથા પીએસઆઇ એચ.બી. ધાંધલ્યા, હેડ કોન્સ. અભીજીતસિંહ, વિરદેવસિંહ, ડાયાભાઇ તથા વિરેન્દ્રસિંહે લાખા જેરામભાઇ વાઘેલાની પાસા હેઠળ અટકાયત કરી અમદાવાદ જેલમાં ધકેલી દીધો છે.
જયારે તાલુકા પોલીસ મથકના પીઆઇ વી.એસ. વણઝારા, પીએસઆઇ એન.ડી. ડામોર, એએસઆઇ હર્ષદસિંહ , ભાવેશભાઇ, પ્રવિણભાઇ, નગીનભાઇ, અરજણભાઇ, વિરેન્દ્રસિંહ, જેન્તીભાઇ સહિતે અગાઉ વાયર ચોરીમાં પકડાયેલા દીલીપ ઉર્ફે નાગરાજ છગનભાઇ સોલંકી (ઉ.વ.ર૩) (રહે. ગુંદાગામ, તા. ચોટીલા), કાનજીભાઇ જકશી ગાબુ (ઉ.ર૮) (રહે. નવાગામ રંગીલા સોસાયટી) અને મુનો ભીમાભાઇ ગાબુ (ઉ.વ.રપ) (રહે. ત્રાજપર ગામ)ને પાસા હેઠળ અટકાયત કરી વડોદરા, સુરત અને અમદાવાદ જેલમાં ધકેલી દીધા છે. જયારે ભકિતનગર પોલીસ મથકમાં મારામારીના ગુન્હામાં સામેલ મોઇનબીન ઇમ્તીયાઝબીન કસીરી (ઉ.ર૪) ને પાસા હેઠળ અટકાયત કરી પીએાઇ વી.કે. ગઢવી, પીએસઆઇ કોડીયાતર, હેડ કોન્સ. નિલેષભાઇ, ઘનશ્યામભાઇ, કિશોરભાઇ સહિતે વોરંટની બજવણી કરી સુરત જેલમાં ધકેલી દીધો હતો.