રાજકોટ
News of Wednesday, 10th April 2019

રીયલ ગોલ્ડ સાબુમાં સારસ ટ્રેડમાર્ક-મટીરીયલ્સનો ઉપયોગ કરનાર મનિષ પટેલ સામે ગુન્હો નોંધાયો

રાજકોટ, તા. ૧૦ :. રીયલ ગોલ્ડ સાબુ અને પાઉડરમાં સારસ ટ્રેડમાર્કની કલાકૃતિ અને પેકેજીંગ મટીરીયલ્સનો ખોટી રીતે ઉપયોગ કરનાર પટેલ શખ્સ સામે આજી ડેમ પોલીસ મથકમાં ફરીયાદ થઈ છે.

પ્રાપ્ત વિગતો મુજબ અમદાવાદ રહેતા અને નોકરી કરતા વિશાલસિંહ હીરાસિંહ જાડેજાએ કોઠારીયા સોલવન્ટ નારાયણ વે બ્રીજ પાછળ આવેલ રીયલ ગોલ્ડ સાબુ-પાઉડરના દુકાનદાર મનિષ જેન્તીભાઈ પટેલ રહે. ગાયત્રી પાર્ક-૪, ૪૦ ફુટ રોડ, મવડી બાયપાસ સામે આજી ડેમ પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે. ફરીયાદમાં જણાવ્યા મુજબ આરોપીએ પોતાની દુકાનમાં સારસ ઈન્ડસ્ટ્રીઝ કંપનીના રજીસ્ટ્રેશન થયેલ સારસ ટ્રેડમાર્ક કલાકૃતિ સાથેના પેકેજીંગ મટીરીયલ્સનો ખોટી રીતે રીયલ ગોલ્ડ નામે ફરીયાદીના ટ્રેડમાર્કવાળા કલાકૃતિ સાથેના સફેદ પેકેજીંગનો મટીરીયલ્સનો ઉપયોગ કરી પોતાના કબ્જામાં ૫૦૦ રોલ સહિતનો મુદ્દામાલ કિં. રૂ. ૧.૮૩ લાખ વેચાણ અર્થે પોતાની દુકાનમાં રાખ્યો હતો.

આ ફરીયાદ અન્વયે આજી ડેમ પોલીસે ઉકત મુદ્દામાલ કબ્જે કરી આરોપી મનિષ પટેલ સામે કોપીરાઈટ એકટ તળે ગુન્હો દાખલ કર્યો હતો. વધુ તપાસ હેડ કોન્સ. કે.એમ. સોલંકી ચલાવી રહ્યા છે.

(3:59 pm IST)