રાજકોટ
News of Tuesday, 10th April 2018

ખૂન, ખૂનની કોશિષ, મારામારી, લૂંટ, દારૂ સહિતના ૩૦ ગુનામાં સંડોવણી હદપાર રણજીત ઉર્ફ ટિકીટ અને તેનો સાગ્રીત ભરતદાન છરી સાથે ઝડપાયા

રાજકોટ તા. ૧૦: અનેક ગુનામાં સંડોવાયેલો અને હાલ હદપાર કરાયેલો બાબરીયા કોલોની આરએમસી કવાર્ટર નં. ૧૮/૬૬૪માં રહેતો અને અગાઉ અનેક ગુનામાં પોલીસ ચોપડે ચડી ચુકેલો રણજીત ઉર્ફ કાનો ઉર્ફ ટિકીટ અરવિંદભાઇ ગોહેલ  (ઉ.૨૫) હદપાર હોવા છતાં શહેરમાં આવતાં તેને ઢેબર રોડ રાજકમલ પેટ્રોલ પંપ નજીકથી છરી સાથે ભકિતનગરના પોલીસે પકડી લીધો હતો.

રણજીત સાથે તેનો સાગ્રિત શ્રીહરિ સોસાયટીનો ભરતદાન ભીમદાન દેથા (ગઢવી) (ઉ.૩૦) પણ છરી સાથે હોઇ તેની પણ ધરપકડ કરવામાં આવી હતી. પી.આઇ. વી. કે.ગઢવીની રાહબરીમાં પી.એસ.આઇ. ધાખડા, એએસઆઇ ઇન્દુભા રાણા, હેડકોન્સ. નિલેષભાઇ મકવાણા, કોન્સ. દેવાભાઇ ધરજીયા, ભાવેશભાઇ મકવાણા, દિવ્યરાજસિંહ ઝાલા, સલિમભાઇ મકરાણી, વાલજીભાઇ જાડા, દિપકભાઇ ડાંગર, પ્રવિણભાઇ જામંગ, રાણાભાઇ કુગશીયા સહિતનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો ત્યારે આ બંને છરી સાથે મળ્યા હતાં. પોલીસના કહેવા મુજબ રણજીત ઉર્ફ ટિકીટ સામે અગાઉ હત્યાનો ૧, હત્યાની કોશિષનો ૧, મારામારીના ૨, છરીના ૩ કેસ, હદપારી ભંગનો ૧, લૂંટનો ૧, દારૂના ૨૧ ગુના નોંધાયા છે. ત્રણ વખત પાસામાં પણ જઇ આવ્યો છે.

(4:16 pm IST)