રાજકોટ
News of Wednesday, 10th February 2021

વોર્ડ નં.૧માં આ વખતે પરિવર્તનનો પવન ફૂંકાશે

ભલે એક બેઠક ગુમાવી પણ બાકીની ત્રણેય બેઠકો જીતી બતાવીશુઃ કોંગી ઉમેદવારો ડો.અમિતભાઈ ભટ્ટ, જલ્પાબેન ગોહેલ અને રેખાબેન ગેડીયાનો હુંકાર

તસ્વીરમાં વોર્ડ નં.૧ કોંગ્રેસના ઉમેદવારો ડો.અમીતભાઈ રસીકભાઈ ભટ્ટ (મો.૯૮૨૪૨ ૧૬૮૧૫), જલ્પાબેન શૈલેષભાઈ ગોહેલ (મો.૭૦૪૬૭ ૨૨૨૨૨), રેખાબેન મનોજભાઈ ગેડીયા (મો.૯૭૨૩૯ ૨૮૪૧૯) સાથે જેનું ફોર્મ રદ્દ થયેલ તે ભરતભાઈ આહીર, રાજુભાઈ શેઠ વોડ નં.૧ પૂર્વ પ્રમુખ અને શૈલેષભાઈ ગોહેલ નજરે પડે છે.

રાજકોટ,તા.૧૦: ચૂંટણી અગાઉ જ કોંગ્રેસે ભલે એક બેઠક વોર્ડ નં.૧માં ગુમાવી દીધી પરંતુ ત્રણેય બેઠકો જીતી આ વોર્ડમાં પરીવર્તન લાવીશું તેમ વોર્ડ નં.૧ના કોંગી ઉમેદવારોએ જણાવેલ.

હાલ સ્થાનિક સ્વરાજની ચુંટણીમાં જનતાનાં લોકપ્રતિનિધી તરીકે જંપલાવ્યુ છે. ત્યારે કોંગી ઉમેદવારોનો ટૂંકમાં પરિચય આ મુજબ છે. ડો.અમીતભાઈ ભટ્ટ વોડનં-૧નાં સ્થાનિક ઉમેદવાર છે અને તેઓનું દવાખાનું પાછલા ૨૦ વર્ષોથી કાર્યરત છે. તેઓ લોકોના પ્રશ્નો માટે ઘણીવાર તંત્રને રજુઆત કરી સામાન્ય લોકોને જનતાનાં પ્રશ્નોને વાચા આપી છે.

શ્રીમીતિ જલ્પાબેન શૈલેષભાઈ ગોહેલ કે જેઓ દરજી સમાજમાંથી આવે છે અને તેઓ ઓ.બી.સી. તમામ જ્ઞાતિનાં પ્રશ્નોની સુઝબુઝ ધરાવે છે અને પ્રશ્નોનાં નિરાકરણ પણ લાવતા હોય છે અને તેમના પરિવારના મોટાભાઈ દુષ્યંતભાઈ વી.ગોહેલ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ઓ.બી.સી. વિભાગનાં મહામંત્રી છે અને તેઓ સમસ્ત દરજી યુવા સંગઠનનાં અધ્યક્ષ છે.

જયારે શ્રીમતી રેખાબેન મનોજભાઈ ગેડીયા પણ વોર્ડનં-૧નાં સ્થાનિક ઉમેદવાર છે અને તેઓ પણ ગુરૂ બ્રાહ્મણ સમાજમાંથી આવે છે અને તેઓ છેલ્લા ૧૫ વર્ષથી કોંગ્રેસમાં સક્રિય કાર્યકર છે. તેઓ હંમેશા સમાજ તેમજ વોર્ડના કાર્યમાં તેમજ દરેક કાર્યક્રમમાં લોકોની સેવામાં અગ્રેસર રહેતા હોવાનું જણાવેલ.

 

(3:58 pm IST)