જિલ્લા પંચાયતમાં ભૂપત બોદર, નિલેષ વિરાણી, તોગડિયા, દાફડા, રંગાણી વગેરેને ભાજપની ટીકીટ
કાલ સુધીમાં સત્તાવાર જાહેરાત થશેઃ પડધરીમાં તળપદા-પેઢડિયા વચ્ચે ખેંચતાણ
રાજકોટ તા.૧૦ : જિલ્લા પંચાયતની ૩૬ બેઠકો માટે ભાજપના ૩૬ ઉમેદવારો નકકી થઇ ગયા છે. જેમને ટીકીટ મળી છે તેમને મૌખીક સંકેત અપાઇ રહ્યા છે. તા.૧રમીએ ઉમેદવારી પત્રો ભરવાના છે આજે રાત અથવા કાલે સવાર સુધીમાં સતાવાર યાદી જાહેર થાય તેવા વાવડ છે.
જિલ્લા પંચાયતની ત્રંબા બેઠકમાં ભૂપત બોદર, સરધારમાં નિલેષ વિરાણી, જેતપુરના થાણાગાલોળમાં પી.જી.કયાંડા, લોધીકામાં મોહનભાઇ દાફડા, પારડીમાં મુકેશ તોગડિયા, કુવાડવામાં શ્રીમતી રંગાણી દેરડીમાં રાજુ ડાંગર, બેડલામાં ભરતભાઇ ગોહેલના પરિવારમાંથી ટીકીટ નકકી થઇ ગયાનું જાણવા મળે છે આટકોટમાં રાદડિયા પરિવારની મહિલાને ટીકીટ મળી રહી છે પડધરી બેઠકમાં ધીરૂભાઇ તળપદા અને મનોજ પેઢડિયા વચ્ચે છેલ્લી ઘડી સુધી ખેચતાણ છે. પેઢડિયાનું પલ્લુ ભારે જણાય છે.
વર્ષ ર૦૧પમાં ભાજપને માત્ર બે બેઠકો (મહિલા) મળી હતી આ વખતે ભાજપ પૂર્ણ બહુમતીના વિશ્વાસ સાથે મેદાને છે. ઉમેદવારોના નામ અંગે વધુ માહિતી મેળવાઇ રહી છે.