રાજકોટ
News of Wednesday, 10th February 2021

લોકડાઉન સમયે ભાજપે માસ્કનાં દંડ ફટકારીને લોકોને હેરાન કર્યા : વોર્ડ નં. ૨ના કોંગ્રેસના ઉમેદવારોનો આક્રોશ

અતુલ રાજાણી, દિવ્યાબા જાડેજા, યુનુસ જુણેજા, નિમીષા રાવલનો ભાજપ સામે આક્રોશ

રાજકોટ,તા. ૧૦: રાજકોટ કોર્પોરેશનની ચૂંટણી માટે ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો વચ્ચે બરાબરનો જંગ જામ્યો છે અને પ્રચારકાર્ય પુરજોશમાં ચાલી રહ્યો છે. ત્યારે વોર્ડ નં. ૨ના કોંગ્રેસના ઉમેદવારો અતુલભાઇ રાજાણી, શ્રીમતી દિવ્યાબા, હરપાલસિંહ જાડેજા, યુનુસ જુણેજા, નિમિષાબેન રૂદ્રદતભાઇ રાવલ ચૂંટણી જંગમાં ઝુકાવ્યું છે. અને આ ઉમેદવારોએ ભાજપની નિતી સામે આક્રોશ ઠાલવ્યો હતો.

કોંગ્રેસના ઉમેદવારોએ જણાવ્યું હતુ કે, લોકડાઉનમાં લોકો ખૂબ જ હેરાન થયા છે. અને માસ્કના મોટા પ્રમાણમાં દંડ ફટકારવામાં આવ્યા હતા. ભાજપની રેલીઓમાં માનવ મહેરામણ આવે છે અને કોંગ્રેસને રેલીઓની ના પાડવામાં આવે છે તેઓ આક્રોશ ઠાલવવામાં આવ્યો હતો.

વોર્ડ નં. ૨ના કોંગ્રેસના ઉમેદવાર અતુલ રાજાણી '૧૦૮'ના હુલામણા નામથી જાણીતા છે અને લોકોને પ્રાથમિક સુવિધાઓ મળે તે માટે સતત કાર્યરત રહે છે.

શ્રીમતી દિવ્યાબા હરપાલસિંહ જાડેજા વોર્ડ નં. ૨ને સમગ્ર શહેરનો મોડેલ વોર્ડ બનાવવા સંકલ્પબધ્ધ છે. તેમના પતિ હરપાલસિંહ જાડેજા યુથ કોંગ્રેસના સક્રિય અગ્રણી છે.

જ્યારે યુનુસ જુણેજા બિલ્ડીંગ કન્સ્ટ્રકશન અને હોટેલના વ્યવસાય સાથે સંકળાયેલ છે અને ધાર્મિક, સામાજીક અને સેવાકીય સંસ્થાઓમાં સક્રિય યોગદાન આપી રહ્યા છે.

નિમીષાબેન રૂદ્રદતભાઇ રાવલ બ્રહ્મસમાજના પ્રતિષ્ઠિત પરિવારમાંથી આવે છે સરગમ કલબના સક્રિય મેમ્બર છે અને મહિલા વિકાસ તથા સ્વાવલંબન તથા સ્ત્રી સશકિતકરણ માટે સદા સક્રિય રહેવાનો કોલ આપ્યો છે.

વોર્ડ નંે ૨ના કોંગ્રેસના ઉમેદવાર અતુલ રાજાણી (મો. ૯૮૭૯૮ ૦૦૧૦૦) શ્રીમતી દિવ્યાબા હરપાલસિંહ જાડેજા  (મો. ૯૫૧૦૦ ૦૦૦૭૩), યુનુસ જુણેજા (મો. ૯૮૨૪૦ ૯૯૭૮૬), નિમીષા રાવલ (મો.૯૫૫૮૮ ૭૪૪૨૨) ઉપર સંપર્ક કરી શકો છો.

(3:43 pm IST)