રાજકોટ
News of Wednesday, 10th February 2021

પૂ. રતિલાલજી મ.સા.ની ર૩મી વાર્ષિક પુણ્યતિથી તપ-જપ-સાધનાથી ઉજવાઇ

રાજકોટ,  ૧૦ :  ગૌરવવંતા ગોંડલ સંપ્રદાયના પરમ પ્રતાપી મહાપુરૂષ તપોધનિ અખંડ મૌનવ્રધારી તપસમ્રાટ પ.પૂ. ગુરૂદેવશ્રી રતિલાલજી મહારાજ સાહેબની ર૩ મી વાર્ષિક પુણ્યતિથી રાજકોટના ભાગોળો આવેલ તપસમ્રાટ તિર્થધામની પૂણ્યવંતિ ધન્યધરા ઉપર તપસ્વી ગુરૂદેવશ્રી, સાધક ગુરૂદેવશ્રી અને પૂ. મુકત-લીલમ ગુરૂણીના સુશિષ્યાએ સદાનંદી પૂ. સુમતિબાઇ મહાસતિજી, સાધ્વીરત્ના પૂ. સ્મિતાબાઇ મહાસતિથી, સાધ્વીરત્ના પૂ. અજીતાબાઇ મહાસતિજી, સાધ્વીરત્ના પૂ. ડો. અમીતાબાઇ મહાસતિજી,  સાધ્વીરત્ના પૂ. સંજીતાભાઇ મહાસતિજી,  સાધ્વીરત્ના પૂ. રૂપાબાઇ મહાસતિજી,  સાધ્વીરત્ના પૂ.ભવિતાબાઇ મહાસતિજી,  સાધ્વીરત્ના પૂ.વિનીતાબાઇ મહાસતિજી, ના મંગલ સાનિધ્યમાં જપ સાધનાથી ઉજવાયેલ હતી.

વૈશ્વિક કોરોના મહામારીની વિકટ વિધ્ન પરિસ્થિતિમાં તપસમ્રાટ તિર્થધકામ મધ્યે ટુંકમા સમયમાં મીની આયોજન થયેલ હતું. પૂ. ગુરૂદેવશ્રી ના ૯ ના અખંડ આંક ને સાર્થક કરતા મહિલા મંડળ ના નવ-નવ બહેનોએ સવારના ૭ થી સાંજના ૭ સુધીના ગુરૂમંત્રના અખંડ જાપ ત્રણ સામાયિક સાથે ૩૬ બહેનોએ કરેલ હતા. રાજકોટના શ્રી વિતરાગ નેમીનાથ સંઘ, શ્રી મનહરપ્લોટ સંઘ, શ્રી રેસકોર્ષ પાર્ક સંઘ તથા સદાનંદ મહિલા મંડળ (બજરંગવાડી) ના બહેનો અખંડ જાપ સંપન્ન કરેલ.

રાષ્ટ્રસંત પરમ ગુરૂદેવશ્રી નમ્રમુનિ મ.સા.ની પ્રેરણાની પ્રભુ નેમનાથની ભૂમિથી જુનાગઢ થી પ્રસારીત લાઇવ કાર્યક્રમ એકગુરૂત્વ જાણે દિવ્યત માં તપસમ્રાટ તિર્થધામથી પ્રવચન પ્રભાવક પૂ. અજીતાબાઇ મહાસતીજી તથા ડો. પૂ. અમીતાબાઇ મહાસતિજી એ પોતાના સદ્ગુરૂ એવા તપસમ્રાટ ગુરૂવર્ય પ્રત્યે ભાવ વ્યકત કરતા જણાવ્યું કે, ગુરૂ સદાય પરમગુરૂનો સંયોગ કરાવે છે. આ ગુરૂએ ૧૪પ સંયમી આત્માઓના દીક્ષાના દાન આપી જિનશાસનને મહામુલી ભેટ આપેલ છે.

સાધક ગુરૂદેવશ્રી પૂ. હસમુખમુનિ મ.સા. ના સુશિષ્યા સાધ્વીરત્ના પૂ. અંજીતાબાઇ મહાસતિજીએ નક્કર અઠમ તપા તથા તપસ્વીરત્ના પૂ. ડો. સુજીતાબાઇ મહાસતિજીએ અઠમ નિરારંભી આયંબિલની આરાધના કરી તપા દ્વારા પૂ. ગુરૂદેવ એ શ્રધ્ધાંજલિ અર્પણ કરેલ.

તપસમ્રાટ તિર્થધામની પાવન અને પવિત્ર ભૂમિ ઉપર આવેલ પૂ. ગુરૂદેવની સમાધી, ગાદીપતિ પૂ.શ્રી ગિરિશમુનિ મ.સા. અપૂર્વશ્રુત આરાધિકા પૂ. સાહેબજી તથા અખંડ સેવાભાવી પૂ. ભદ્રાબાઇ મહાસતિજીની સમાધી એ પૂ. અજીતાબાઇ મહાસતિજી દ્વારા પૂ. ભદ્રાબાઇ મહાસતીજીના જીવન આધારિત લિખીત આપણા ગુરૂણી બુક હાજર રહેલ ૧૧ સતિવૃંદ એ તથા વિવિધ સંઘોના પદાધિકારીઓએ અર્પણ કરેલ. 

તપસ્વીની પૂ. વનિતાબાઇ મહાસતિજી આદી ઠાણાઓની નિશ્રામાં શ્રી રોયલ પાર્ક સ્થા. જૈન મોટા સંઘ-સી. એમ. શેઠ પૌષધશાળાના આંગણેથી ધર્મવત્સલા સ્વ. સરયુબેન ચંદ્રકાંતભાઇ શેઠના પરિવારજનો એ 'નિરારંભી આયંબિલ' કરાવવાનો લાભ લીધેલ હતો. તેમજ આયંબિલના તપસ્વીઓની  અનુમોદના શ્રી રતિગુરૂ ચેરીટેબલ ટ્રસ્ટ હસ્તે દોશી પરિવાર તરફથી કરવામાં આવેલ હતી.

રાષ્ટ્રસંત પરમ ગુરૂદેવ શ્રી નમ્રમુનિ મ.સા. ના ગુરૂભકત તરફથી દરેક બહેનોને મોટી પ્રભાવના આપવામાં આવેલ. તપસમ્રાટ તિર્થધામ મધ્યે પૂ. ગુરૂદેવના દર્શન માટે આવેલ ભાવિક ભકતોને ગુરૂપ્રસાદ પ્રભાવના ના બોકસ સ્વ. માતુશ્રી અનસુયાબેન નટવરલાલ શેઠ વિસાવદર વાળા તરફથી પ્રભાવના શ્રાવિકોબેન તરફથી કરવામાં આવેલ.

બપોરે ૧.૩૯ ના મધ્ય સમયે પૂ. મહાસતીજીવૃંદ એ વિવિધ રાગોમાં તથા વિશાળ સંખ્યામાં હાજર રહેલ શ્રધ્ધાવંત ગુરૂભકતોએ 'તપસ્વી ગુરૂ શરણમ મમ સકલ વિધ્ન હરણમ મમ'ના અલૌકીક જાપથી વાતાવરણમાં દિવ્યતાની અનુભૂતિ થયેલ હતી.

તપસમ્રાટ તિર્થધામ સમાધી મધ્યે દર્શન માટે પૂ. ગુરૂદેવના સંસારી રૈયાણી પરિવાર તથા ગોંડલ સંપ્રદાયના સભ્ય ચંદ્રકાંતભાઇ શેઠ, પ્રવિણભાઇ કોઠારી, ડોલરભાઇ કોઠરાી, હરેશભાઇ વોરા, ટી. આર. દોશી, સુરેશભાઇ દોશી, કિશોરભાઇ દોશી, ભાવેશભાઇ શેઠ, અજયભાઇ શેઠ, દિપકભાઇ બાવીસી, કમલેશભાઇ મોદી, મુકેશભાઇ વોરા, અર્હમ સેવા ગ્રુપના અલ્પેશભાઇ અજમેરા, મનોજભાઇ પડીયા વિ. આવી ધન્યતા અનુભવેલ હતી તેમ રતિગુરૂ ફાઉન્ડેશનના ચંદ્રકાંતભાઇ શેઠ તથા ડોલરભાઇ કોઠારીની યાદીમાં જણાવેલ છે.

(3:17 pm IST)