રાજકોટ
News of Wednesday, 10th February 2021

ઉમેદવાર ફોર્મ-ડીપોઝીટ ભરે ત્યારથી તેના ખાતે ખર્ચ ગણવાનું શરૂ થઇ જશેઃ ખર્ચના ઓર્બ્ઝવર તરીકે I.R. પટેલની નિમણુંક

રાજકોટ તા.૧૦ : રાજકોટ જીલ્લા ચૂંટણી અધીકારી સુત્રોએ જણાવ્યું હતું કે ઉમેદવાર ફોર્મ-ડીપોઝીટ ભરે ત્યારથી તેના ખાતામાં ખર્ચની ગણત્રી થવા માંડશે.

દરમિયાન રાજય ચૂંટણી પંચે રાજકોટ મહાનગરપાલીકા ગોંડલ, નગરપાલીકા, જેતપુર-જુનાગઢથી ૧ -વોર્ડની પેટા ચૂંટણી તથા જીલ્લા પંચાયત-તાલુકા પંચાયતની ચુંટણીમાં ઉમેદવારોના ખર્ચ નિરીક્ષક અંગે વેચાણવેરા નાયબ કમીશ્નર શ્રી આઇ.આર.પટેલની નિમણુંક કરી છે, તેઓ એકથી બેદિવસમાં રાજકોટ આવી પહોંચશે, બાદમાં તમામ આર.ઓ. ઉમેદવારો સાથે મીટીંગ કરી ખર્ચના હિસાબો આપવા અંગે તાલીમ તારીખો આપશે

(3:10 pm IST)