રાજકોટ
News of Wednesday, 10th February 2021

ઉંચા વ્યાજે પૈસા આપી ઉઘરાણી કરી ધમકી આપવાના ગુનામાં ફરાર વૃધ્ધની ધરપકડ

ક્રાઇમ બ્રાંચે વૃધ્ધને ધમલપર ગામેથી ઝડપી લીધાઃ બી ડીવીઝન પોલીસ મથકના ગુનામાં ચાર માસથી ફરાર હતા

રાજકોટ તા. ૧૦: શહેરના સામાકાંઠા વિસ્તારમાં બળજબરીથી લખાણ કરાવી તેમજ ઉંચા વ્યાજે નાણા આપી ઉઘરાણી કરી ધમકી આપવાના ગુનામાં ચાર માસથી ફરાર વૃધ્ધને ક્રાઇમ બ્રાંચે પકડી લીધા હતા.

મળતી વિગત મુજબ શહેરમાં અલગ-અલગ ગુનામાં નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે પોલીસ કમિશનર શ્રી મનોજ અગ્રવાલે સુચના આપતા ક્રાઇમ બ્રાંચના પ,ી.આઇ. વી. કે. ગઢવીના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ વી. જે. જાડેજા, એએસઆઇ, જયેશભાઇ, ચેતનસિંહ, રાજદીપસિંહ, હિતેન્દ્રસિંહ, મહેન્દ્રસિંહ તથા ભરતસિંહ સહિત પેટ્રોલીંગમાં હતા ત્યારે એએસઆઇ ચેતનસિંહ અને રાજદીપસિંહને મળેલી બાતમીના આધારે ધમલપર ગામના રાજેન્દ્રસિંહ ઉર્ફે રાજભા બાપુભા જાડેજા (ઉ.વ.૭૦) ને ધમલપર ગામમાંથી પકડી લીધા હતા. વૃધ્ધ સામાકાંઠા વિસ્તારમાં બળજબરીથી લખાણ કરાવી તેમજ ઉંચા વ્યાજે નાણા આપી ઉઘર)ણી કરી ધમકી આપવાના બી ડીવીઝન પોલીસ મથકમાં નોંધાયેલ ગુનામાંચાર માસથીફ ફરાર હતા.

(3:07 pm IST)