રાજકોટ
News of Wednesday, 10th February 2021

રાજકોટ મ્યુ.કોર્પોરેશનની ચૂંટણીમાં ૨૯૩ ઉમેદવારો મેદાનમાં

ભાજપ-આપ ૧૮ , કોંગ્રેસ-૧૬ , બી.એસ.પી- ૩ તથા એન.સી.પીએ ૧ વોર્ડમાં ૪-૪ ઉમેદવારોની આખી પેનલ ચૂંટણી લડશે

રાજકોટ,તા. ૧૦: આગામી ૨૧ ફેબ્રુઆરીએ યોજાનાર મહાનગરપાલિકાની ચૂંટણીમાં ફોર્મ ખેંચવાના  ગઇ કાલે અંતિમ દિવસે ૧૫ ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચી લેતા હવે કુલ ૨૯૩ ઉમેદવાર વચ્ચે ચૂંટણી જંગ થશે. જેમાં ભાજપ -આપ  તમામે તમામ ૧૮ વોર્ડ કોંગ્રેસ -૧૬ તથા બીએસપી -૩ તેમજ એન.સી.પી. ૧ વોર્ડમાં આખી પેનલ મેદાનમાં ઉતારી છે.

કયાં વોર્ડમાં કેટલા ઉમેદવારો

વોર્ડ  નં. ૧માં ૨૧, વોર્ડ  નં. ૨માં૧૨, વોર્ડ  નં.૩ માં૧૫, વોર્ડ  નં. ૪ માં૧૯, વોર્ડ  નં. ૫ માં૧૪, વોર્ડ  નં. ૬ માં૧૪, વોર્ડ  નં. ૭ માં૧૪, વોર્ડ  નં. ૮ -૯, વોર્ડ  નં. ૯ માં૧૬, વોર્ડ  નં. ૧૦ માં૧૪, વોર્ડ  નં. ૧૧ માં૧૭, વોર્ડ  નં. ૧૨ માં ૧૫, વોર્ડ  નં. ૧૩ માં૨૦, વોર્ડ  નં. ૧૪ માં૧૪, વોર્ડ  નં. ૧૫ માં૧૯, વોર્ડ  નં. ૧૬ માં ૧૫, વોર્ડ નં. ૧૭ માં૧૬ તથા વોર્ડ  નં. ૧૮ માં ૧૯ સહિત કુલ ૨૯૩ ઉમેદવારો ચૂંટણી લડશે.

કયો પક્ષ કેટલી બેઠક પર  લડશે?

ભાજપ- ૭૨,

આપ -૭૨,  

કોંગ્રેસ-૭૦

એન.સી.પી-૨૬

બી.એસ.પી ૨૬

અપક્ષ-૨૦ 

માર્કસવાદી- ૪

 અન્ય-૨

(11:43 am IST)